Only Gujarat

FEATURED National

સગાઓ પરથી ઊઠી જશે ભરોસો જ્યારે હૃદય હચમચાવી નાખતી આ તસવીરો જોશો…

ઉન્નાવઃ કોરોના મહામારી અને લોકડાઉનના સમયમાં માત્ર જીવનશૈલી જ નથી બદલાઈ પણ આ સમયગાળામાં કેટ કેટલાયની સંપૂર્ણ જિંદગી પણ બદલાઇ ગઇ. કયાંક લોકોએ ખુલ્લા હાથે શ્રમિકોની મદદ કરી તો ક્યાંક પોતાના પણ પારકા બની ગયા અને જિંદગીનો રઝળપાટ શરૂ થઇ ગયો. આવી જ કંઇક ઘટના ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બની છે. જ્યાં કોરોના બાદની લોકડાઉનમાં આવેલી આર્થિક સંકડામણે એક ભાઇએ બહેનને જાકારો આપવા મજબૂર કરી દીધો. કાળઝાળ ગરમીમાં માસૂમ બાળકોને લઇને માસૂમ બાળકોને લઇને ભટકતી આ તસવીર હૃદય હચમચાવી નાખે છે.


લોકડાઉનમાં ભાઇએ બહેન અને તેના બાળકોની જવાબદારી ઉઠાવવાની મનાઈ કરી દીધી તો મહિલા તેના બાળકોને રિક્ષામાં બેસાડીને ઘરેથી નીકળી ગઇ. રીક્ષા પણ ખુદ ચલાવી રહી છે. આ રીતે તે ઉન્નાવ જિલ્લાના સફીપુર મંદિર પહોંચી તો લોકોએ તેની મદદ કરી. લોકોએ તેને ભોજન કરાવ્યું અને પાણી આપ્યું. લોકોએ ડેપ્યૂટી ક્લેક્ટરને જાણ કરી તો ડેપ્યૂટી ક્લેક્ટરે તેમને સમાધાન કરાવવાનું આશ્વાસન આપ્યું.


સફીપુર તાલુકા વિસ્તારના વજીરગંજ ગામના નિવાસી ઘસીટેની દીકરીના શિવદેવીના લગ્ન 10 વર્ષ પહેલા ફતેહપુર ચૌરાસી બ્લોકના ગામ હરસિંઘપુર મજરા જાજામઉના નિવાસી દીપકની સાથે થયા હતા. એક વર્ષ પહેલા ઝઘડો થવાથી પતિ તેને ઘરેથી કાઢી મૂકી. શિવગદેવી તેમની દીકરી 8 વર્ષની દીકરી દીપાંશુ, વર્ષનો દીકરો દીપાંશ અને 2 વર્ષના શિવાંસની સાથે તેમના પિયર ભાઇના ઘરે આવી ગઇ. એક વર્ષથી તે પિયરમાં જ હતી.


લોકડાઉન દરમિયાન સ્થિતિ બગડી તો ગુજારો કરવા માટે શિવદેવી બાળકો સાથે 2 કિલોમીટર ચાલીને સફૂીપુર તાલુકા પહોંચી અને અહીં તેમણે રાશનકાર્ડ માટે ઓનલાઇન અરજી કરી. આ રીતે જેમ તેમ કરીને એક મહિનાના રાશનનનો જુગાડ કરી લીધાો. ત્યારબાદ ભાઇએ પણ સાથ છોડી દીધો અને તેમને સાસરે જતું રહેવા જણાવ્યું


સાસરી બાદ હવે પિયરમાંથી પણ તિરસ્કાર જ મળ્યો તો શિવદેવીએ સામાનનું પોટલું બાંધ્યું અને રિક્ષામાં બાળકોને બેસાડીને નીકળી ગઇ. કાળઝાળ ગરમીમા 2 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ સફીપુર ગામ પાસે શંકરદેવી મંદિર નજીક એક ઝાડ નીચે આરામ કરવા બાળકો સાથે બેઠી હતી. જ્યારે મહિલાને આ રીતે બાળકો સાથે જોઇ તો લોકોએ તેમની સાથે વાતચીત કરી. શિવદેવીની મુશ્કેલીની જાણ થઇ તો એ જ વિસ્તારના નિવાસી અનુરાગ તિવારીએ તેમને ભોજન કરાવ્યું. ત્યારબાદ શિવદેવી બાળકો સાથે મંદિરના પરિસરમાં જ રોકાઇ ગઈ.


શિવદેવની સ્થતિને જોતા ગામના લોકોએ મદદ માટે ડેપ્યૂટી ક્લેક્ટર રાજેન્દ્ર કુમારને ઘટનાની જાણ કરી. સમગ્ર હકીકત જાણ્યા બાદ ડેપ્યૂટી ક્લેક્ટર રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, તેમના પિયર અને સાસરી પક્ષમાં વાતચીત કરીને સમાધાન માટે પ્રયાસ કરાશે. તેમજ હાલ તેમને પર્યાપ્ત રાશન આપવામાં આવશે. એડીઓ પંચાયત છોટેલાલે જણાવ્યું કે, શિવદેવીનું નામ આવાસની પાત્રતા યાદીમાં નોંધી દેવાયું છે. જો કે, ગામની સરપંચ રામપ્યારીએ જણાવ્યું કે, ગ્રામ સભામાં સરકારી જમીન નથી. તેથી ખેતી કે આવાસીય જમીનનો પટ્ટો પણ શક્ય નથી. શિવદેવીના પિતા કે પરિવારના કોઇપણ સભ્ય જમીન અપાવવામાં મદદ નહી કરે તો તેમના માટે અવાસ નિર્માણ શક્ય નહી બને.

You cannot copy content of this page