Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નેન્ટ અનુષ્કા શર્મા રૂટિન ચેકઅપ માટે કોની સાથે પહોંચી ક્લિનિક? જુઓ આ રહી તસવીરો

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરે છે. આ સમયે અનુષ્કા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ અનુષ્કા તેનાં લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હવે અનુષ્કા શર્માની કેટલીક અન્ય તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં તે ડોક્ટરની ક્લિનિકની બહાર જોવા મળી હતી. આ સમયે અનુષ્કાની સાથે તેનો પતિ વિરાટ કોહલી પણ જોવા મળ્યો હતો.

હાલમાં જ અનુષ્કા શર્માની ઘણી તસવીર સામે આવી છે. જેમાં તે ક્લિનિકની બહાર તેની કારમાંથી ઉતરતી જોવા મળી હતી. તેણે વ્હાઈટ રંગની એક સ્ટ્રાઈપ ડ્રેસ પહેર્યો હતો. આ સાથે જ તસવીરોમાં તેનું ક્યૂટ બેબી બમ્પ જોવા મળે છે.

અનુષ્કાએ વ્હાઈટ સૂઝ પહેર્યા હતા. જેમાં તે ઘણી કૂલ જોવા મળી રહી છે. અનુષ્કાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. અનુષ્કા શર્મા તેનાં પતિ વિરાટ કોહલીની સાથે ક્લિનિક પહોંચી હતી તે દરમિયાન ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં તસવીરો ક્લિક કરી હતી.

મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, અનુષ્કા શર્માની ડ્યૂ ડેટ જાન્યુઆરીમાં છે. તે અનુષ્કા શર્માએ કામ પર પરત ફરવા માટે પ્લાન બનાવ્યો છે. તે મે મહિના સુધી કામ પર પરત ફરે તેવી
સંભાવના છે.

અનુષ્કા શર્મા આવતા મહિને પ્રથમ બાળકને જન્મ આપશે. હાલમાં જ એક્ટ્રેસે પ્રેગ્નન્સી જર્ની અંગે મેગેઝિન સાથે વાત કરી હતી. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતું ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

You cannot copy content of this page