Only Gujarat

FEATURED Gujarat

ગુજરાત સરકારે રજાનું લિસ્ટ જાહેર કર્યું, બેંકોમાં 16 રજા જાહેર કરાઈ

ગુજરાત સરકારે સરકારી કચેરીઓ માટે 2021ના વર્ષની રજાઓની યાદી જાહેર કરી છે. જેમાં કુલ 22 ફરજિયાત અને 44 મરજિયાત રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ રવિવારના કારણે 12 રજાઓ કપાઇ જશે. શનિવારના દિવસે ગાંધીજયંતી, ભાઈબીજ અને નાતાલની રજા હોવાથી એને મુખ્ય 22 રજામાં સામેલ કરાઈ છે. જ્યારે રવિવારના દિવસે મહાવીર જન્મજયંતી, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષા બંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતીની રજા આપવામાં આવી છે.

સરકારી કર્મચારીઓને પગાર જેટલી જ આતુરતા રજાઓની હોય છે. કેટલી રજાઓ મળશે તેની રાહ જોઈને તેઓ બેઠા હોય છે. ગુજરાત સરકારે 2021ના વર્ષની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી જાહેર કરી દીધી છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજા છે, જ્યારે 44 મરજિયાત રજા છે. આ યાદીમાં જાહેર રજાઓમાં પાંચ રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી, જ્યારે મરજિયાત રજાઓમાં આઠ રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી.

જો વાત કરીએ આ રજાઓની તો મકર સંક્રાંતિ, 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, પરશુરામ જયંતી, ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે.

મરજિયાત રજાઓમાં 8 રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેનો સમાવેશ મરજિયાત રજાના દિવસે જાહેર કર્યો નથી. રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ, સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી ગાંધી જયંતિ, ભાઈબીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

મરજિયાત રજાઓ એટલે એ રજાઓ, જેમાં સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી મુજબ ધાર્મિક બાધ વિના તહેવારોના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજિયાત રજાઓ લઈ શકે છે. જેના માટે કર્મચારીઓને અગાઉથી અરજી કરવી જરૂરી બને છે. ઉપરી અધિકારીના મંજૂરી બાદ જ આ આ રજાને આપવામાં આવતી હોય છે. ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. વર્ષ 2021ના વર્ષમાં બેંકોમાં કુલ 16 રજાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં પાંચ રજાઓ રવિવારે આવતી હોવાથી તેનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી.

You cannot copy content of this page