Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડના કયા-કયા સેલેબ્સે પોતાના નજીકના લોકોને આપી છે મોંઘીદાટ ગિફ્ટ

બૉલિવૂડ સ્ટાર્સ દોસ્તી અને સંબંધ સારી રીતે નિભાવે છે. આ વાતને લીધે સંબંધ નિભવતી વખતે મોંઘી ગિફ્ટો આપી પોતાના નજીકના લોકોને ખુશ કરવાની કોઈ તકને છોડતાં નથી. આજે અમે તમને એવાં જ સ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જે પોતાના દોસ્તો અને સંબંધીઓને મોંઘી ગિફ્ટો આપી ખુશ કરી દે છે.

સલમાન ખાન
સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે જાણીતો છે. પોતાની બહેન અર્પિતાને સૌથી વધુ પ્રેમ કરે છે. આ વાતને લીધે અર્પિતાને લગ્નમાં સલમાન ખાને તેમને મુંબઈના કાર્ટર રોડ પર 16 કરોડનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. આ ઉપરાંત સલમાને અર્પિતા અને તેમના પતિ આયુષને એક રોલ્સ રૉયલ્સ પણ ગિફ્ટમાં આપી છે. જેની કિંમત 4 કરોડ રૂપિયા છે.

સલમાન અને જૅક્લિન ફર્નાન્ડિઝની ફ્રેન્ડશિપ જગજાહેર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાને જૅક્લિનને બાન્દ્રામાં એક થ્રી BHK ફ્લેટ અને ઑડી કાર ગિફ્ટમાં આપી છે.

શાહરૂખ ખાન
બૉલિવૂ઼ડના બાદશાહ પણ ગિફ્ટ આપવામાં કોઈ કરતાં પાછળ નથી. તેમણે અભિષેક બચ્ચનને હાર્લિ ડેવિડસન બાઇક, ફરાહ ખાનને મર્સિડીઝ બેન્ઝ અને ફિલ્મ ‘રા.વન’ની ટીમને 1 કરોડ રૂપિયાની 5 BMW કાર ગિફ્ટ આપી છે. જેમાં રનનિકાંત, અર્જુન રામપાલ અને અનુભવ સિન્હાના નામ સામેલ છે.

આદિત્ય ચોપડા
આદિત્ય ચોપડા પોતાની પર્સનલાઇફ ખૂબ જ અંગત રાખવાનું પસંદ કરે છે અને તે ઘણી વાતો છુપાવે છે. મીડિયા રિપોર્ટ મુજબ, આદિત્ય પોતાની પત્ની રાણી મુખર્જીને 1.25 કરોડ રૂપિયાની ઑડી A8 W12 અને એક આલિશાન બંગલો ગિફ્ટ આપી ચૂક્યા છે.

You cannot copy content of this page