Only Gujarat

Bollywood

બર્થ-ડેના દિવસે સંજુબાબાનો જોવા મળ્યો ડેશિંગ લુક, ચાહકોને ઘરની બહાર જ મળ્યાં

સંજય દત્તના ફેન્સ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ હતો, કારણ કે સ્ટારના ફેન્સને તેના દર્શન થયા હતા. સંજય દત્ત ઘરની બહાર પોતાના ફેન્સને ખાસ મળવા આવ્યો હતો.

સંજય દત્તનો આજે એટલે કે 29મી જુલાઈએ જન્મદિવસ છે. આ સાથે અભિનેતા આજે 64 વર્ષનો થઈ ગયો છે.

સંજુ બાબાની ફિટનેસ જોઈને લાગતું નથી કે તેઓ 64 વર્ષના છે.

સંજય દત્તના બર્થડે પર તેના ફેન્સ તેને મળવા માટે તેના ઘરની બહાર રાહ જોતા જોવા મળ્યા હતા.

સ્થિતિ એવી હતી કે ફેન્સ તેને મળવા માટે એટલા ઉત્સુક હતા કે તેના ઘરની બહારની બ્રાઉન્ડ્રીમાંથી ડોકિયું કરીને તેની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સંજય દત્ત ઘરની બહાર આવશે અને લોકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે.

જ્યારે સંજય દત્ત ઘરની બહાર આવ્યો, ત્યારે તે તેના ફેન્સને આ રીતે મળ્યો. એક ફેને તેને બાઉન્ડ્રી ઉપરથી એક ગુલદસ્તો ભેટમાં આપ્યો.

સંજય દત્ત તેના ખાસ દિવસે સફેદ કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.

આ દરમિયાન સંજય દત્ત ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. સંજયના ફેન્સ તેને સામે જોઈને ખૂબ જ ઉત્સાહિત હતા.

You cannot copy content of this page