Only Gujarat

National

10 વર્ષથી ખોવાઈ ગયેલો પતિ અચાનક સામે આવ્યો, હાલત જોઈ પત્ની ધ્રૂસેકે ને ધ્રૂસકે રડી પડી

ઉત્તર પ્રદેશના બલિયામાં એક મહિલા સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ગઈ હતી. આ દરમિયાન હોસ્પિટલની બહાર તેણે એક અસ્વસ્થ વ્યક્તિને જમીન પર બેઠેલો જોયો. જ્યારે મહિલા તેની નજીક પહોંચી તો તે તેનો પતિ હોવાનું બહાર આવ્યું. જે 10 વર્ષ પહેલા ગુમ થયો હતો. આ જોઈને મહિલા રડી પડી અને પોતાના પતિની માસૂમ બાળકની જેમ સજાવવા લાગી.

ભિખારી જેવો પોશાક પહેરેલા પુરુષની સામે બેઠેલી એક મહિલાને જોવા લોકો હોસ્પિટલની બહાર એકઠા થઈ ગયા. માનસિક રીતે અસ્વસ્થ દેખાતા વ્યક્તિના વાળ અને દાઢી આડેધડ રીતે વધી ગઈ હતી. તે ગંદા કપડા પહેરીને જમીન પર બેસી રહ્યો હતો.

મહિલા તેના વાળમાં કાંસકો કરતી અને શરીર સાફ કરતી જોવા મળી હતી. રડવાની સાથે તે સ્થાનિક બોલીમાં કહેતી જોવા મળી હતી કે તે દસ વર્ષ પહેલા ગુમ થઈ ગયા હતા. આટલા દિવસો સુધી ક્યાં હતા? તમે કેમ જતા રહ્યા હતા? જેવા બધા જ પ્રશ્નો એકસાથે પૂછી રહી હતી. જોકે, તેનો પતિ કંઈ બોલતો જોવા મળ્યો ન હતો. તે ચૂપચાપ બેઠો હતો. આ દરમિયાન મહિલાએ કદાચ મોબાઈલથી બાળકોને ફોન કર્યો હશે અને કહ્યું કે ઘરેથી કુર્તા લેતા આવજો. આ પછી એક યુવક બાઇક પર આવ્યો અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને અને મહિલાને સાથે લઈ ગયો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સામાજિક કાર્યકરો સહિત અન્ય લોકોએ તે મહિલાની શોધખોળ શરૂ કરી છે જેથી તેઓ કોઈ રીતે તેના પતિને મદદ કરી શકે.

DSPએ કાર રોકી તો તેમની જ બેચનો અધિકારી હોવાનું બહાર આવ્યું

વર્ષ 2020માં મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં ડીએસપી જ્યારે રસ્તાના કિનારે એક ભિખારી પાસે ગયો ત્યારે દંગ રહી ગયા હતા. તે ભિખારી તેમની જ બેચનો અધિકારી નીકળ્યો હતો. હકીકતમાં ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહ ભદૌરિયા ગ્વાલિયરમાં પેટાચૂંટણીની મતગણતરી બાદ ઝાંસી રોડથી નીકળી રહ્યા હતા.

બંને બંધન વાટિકાની ફૂટપાથ પરથી પસાર થતાં હતા ત્યાં તેમણે ત્યાં એક આધેડ ભિખારીને ઠંડીમાં અધમરી સ્થિતિ જોયો. તેને જોઈને અધિકારીઓએ કાર રોકી અને તેની સાથે વાત કરવા ગયા. આ પછી બંને અધિકારીઓએ તેની મદદ કરી. રત્નેશે તેના જૂતા આપ્યા અને ડીએસપી વિજય સિંહ ભદૌરિયાએ તેનું જેકેટ આપ્યું. આ પછી જ્યારે બંનેએ વાત કરવાનું શરૂ કર્યું તો તેઓ ચોંકી ગયા. તે ભિખારી DSPની બેચના અધિકારી મનીષ મિશ્રા નીકળ્યો. મનીષ મિશ્રા છેલ્લા 10 વર્ષથી નિરાધાર સ્થિતિમાં ભિખારી બનીને ફરતો હતો.

વાસ્તવમાં, મનીષ મિશ્રાએ 2005 સુધી પોલીસમાં કામ કર્યું હતું અને અંતિમ સમયમાં તેમની પોસ્ટિંગ દતિયા જિલ્લામાં થઈ હતી. ધીરે ધીરે, અચાનક તેની માનસિક સ્થિતિ બગડતી ગઈ. પરિવારજનોને પણ ચિંતા થવા લાગી. જ્યાં પણ મનીષને સારવાર માટે લઈ જવામાં આવતો તે ભાગી જતો હતો. થોડા દિવસો પછી મનીષ ક્યાં જતો રહ્યો તે પરિવારને ખબર જ ન પડી હતી. તેની પત્નીએ પણ તેને છોડી દીધો હતો. બાદમાં પત્નીએ છૂટાછેડા લીધા હતા. ધીમે ધીમે તે ભીખ માગવા લાગ્યો. અને લગભગ દસ વર્ષ ભીખ માગતા-માગતા પસાર થઈ ગયા.

You cannot copy content of this page