Only Gujarat

Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10નાં મોત, મરણચીસો ગુંજી ઊઠ્યો હાઈવે, હાઈવે પર હચમચાવી નાખતા દૃશ્યો સર્જાયાં

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નિપજ્યા છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નિપજ્યા હતા.

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત થયા હતા. કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

કાર વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિગા કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.

એક્સપ્રેસ વે પર ટેન્કરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર આઠ લોકોના ઘટનાસ્થળે જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. અર્ટીગા કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી. તે દરમિયાન નડિયાદ પાછળ બગડેલા ટેન્કર પાછળ ઘૂસી જતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે તેનો નંબર GJ27 EC 2578 છે.પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ શરૂ કરી છે.

You cannot copy content of this page