Only Gujarat

Gujarat

ગુજરાતમાં વર્જિનિટી પરત મેળવવાનો શોકિંગ ટ્રેન્ડ વધ્યો, ‘પતિને ફર્સ્ટ નાઈટ જેવો અનુભવ કરાવું’

એક સમય હતો જ્યારે પશ્ચિમી દેશોનો ટ્રેન્ડ ભારતમાં આવતા વર્ષોના વર્ષો વિતી જતાં હતાં પણ હવે એવું નથી રહ્યું. ફૂડ હોય કે ફેશન, હવે ગણતરીના દિવસોમાં વિદેશી ટ્રેન્ડ ભારતમાં આવી જાય છે. આવો જ એક ટ્રેન્ડ એટલે વર્જિનિટી પરત મેળવવાનો ટ્રેન્ડ. તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં પણ છેલ્લાં અમુક સમયથી કૌમાર્ય પરત મેળવવાનો વાયરો ચાલી રહ્યો છે. આજની યુવતીઓ આગળ જતાં કોઈ સમસ્યા ના આવે એટલે વર્જિનિટી પરત મેળવવાના ઓપરેશન કરાવવા લાગી છે. યુવતીઓ હાયમનો પ્લાસ્ટી એટલે સામાન્ય ભાષામાં વર્જિનિટી પરત મેળવવાની સર્જરી કરાવવા હવે જરાય ખચકાતી નથી.

સેક્સોલોજિસ્ટ ડૉ. પારસ શાહે જણાવ્યું હતું કે ઘણી વખત યુવતીઓએ પ્રીમેરિટલ રિલેશન (લગ્ન પહેલાં સંબંધ ) રાખેલો હોય અને એના હિસાબે મનમાં ડર હોય કે જ્યારે મારા લગ્ન થશે તો ફર્સ્ટ નાઇટમાં હસબન્ડને ખબર પડી જશે કે મેં પહેલાં સંબંધ બાંધેલા છે. તેને કારણે યુવતીઓ ઘણીવાર મનમાં ને મનમાં ડરતી હોય છે. આ જ કારણે તે હાયમન રિક્રિએટ કરવા હોસ્પિટલમાં આવતી હોય છે. હાયમન એ બહુ જ નાનો બારીક પડદો હોય છે. એ ઘણી વાર કોઈપણ કારણસર તૂટી જતો હોય છે. દોડતાં, સાયકલિંગ કરતાં કે દોરડા કૂદતા કે ઘોડેસવારી કરો તો પણ તૂટી શકે છે અને જ્યારે પહેલી જાતીય જીવન બાંધતા હોવ ત્યારે પણ આ પડદો તૂટી જતો હોય છે. આ પડદો દેખાતો હોતો નથી. એટલે યુવતીને મનમાં ડર હોય છે કે આ પડદો તૂટેલાનો અનુભવ કરશે તો એને મારાં પહેલાના સંબંધોની ખબર પડી જશે.

 મહિલાઓ માને છે કે એનિવર્સરી કે બર્થ ડે પર હું મારા હસબન્ડને કોઈ ગિફ્ટ આપું
પહેલું મુખ્ય કારણ એ છે કે જે યુવતીઓને 24-25 ની ઉંમરે લગ્ન કરવાના થાય ત્યારે એમના ભાવિ પતિને ખબર પડી જાય કે એ મેરેજ પહેલાં યુવતી સેક્સ્યુઅલી એક્ટિવ હતી. આ કારણે સર્જરી કરાવવા છોકરીઓ આવતી હોય છે. બીજી મિડલ એજેડ વુમન છે. જે બહેનો 35થી 45 ઉંમરની હોય છે. લગ્ન પછી ડિલિવરી અને બાળક થાય તેના અમુક વર્ષ પછી કપલને એવું લાગે કે એમને સેક્સ્યુઅલી સેટિસફેક્સન નથી મળતું. ઇવન ઘણા હસબન્ડ વાઈફને લઈ આવે છે કે ‘હાયમન રિક્રિએટ કરી આપો.’ એમાં વાઇફને પણ ક્યારેક લાગે કે હું મારાં હસબન્ડને પ્લેઝર નથી આપતી. અમુક કેસમાં વાઇફને ઇનસિક્યોરિટી આવી જાય કે પતિ કોઈ બીજી સ્ત્રી પાસે ના જતાં રહે. આવો પણ એક વર્ગ છે. ત્રીજો વર્ગ એવો છે જેમાં મહિલાઓ માને છે કે એનિવર્સરી કે બર્થ ડે પર હું મારા હસબન્ડને કોઈ ગિફ્ટ આપું. આ પ્રકારના પેશન્ટ હાયમનો પ્લાસ્ટી કે વજાઈના રિજુએશન માટે આવતા હોય છે.

બધા વર્ગની યુવતીઓ આવે છે
ડૉ. પારસ શાહે જણાવ્યું હતું કે દરેક ક્લાસમથી આવી સર્જરી માટે આવતા હોય છે. આજકાલ એવું નથી રહ્યું કે હાયર ક્લાસ કે મિડલ ક્લાસ. નવયુવાનની ઇન્કમ ફાસ્ટ થઈ ગયેલી હોય છે. એ કમાતો થઈ ગયો હોય છે અને ભણવાની સાથે જ ઘણાં લોકો જોબ કરતાં હોય છે. ટૂંકમાં અર્નિંગ પાવર વધી ગયો હોય છે એટલે ઘરે જાણ કર્યા વગર કે મિત્રની હેલ્પ લીધા વગર પોતાના પૈસે આ સર્જરી કરાવવા આવતી હોય છે. સામાન્ય રીતે બહુ જ ઓછા કિસ્સામાં યુવતી ફેમિલી સાથે આવે, કારણ કે આ વસ્તુ બેડરૂમની ચાર દીવાલો વચ્ચે બની હોય છે. જે જલ્દી બહાર આવતી નથી અને કોઈ એકબીજાને કહેતું નથી હોતું એટલે ફેમિલી મેમ્બરને તો આની જાણ બિલકુલ નથી હોતી. ઘણી વાર બોયફ્રેન્ડ કે ફ્રેન્ડ સાથે આવે.

પતિને 25 વર્ષ પહેલાનો ફર્સ્ટ નાઈટ જેવો અનુભવ કરાવું
ડૉ. પારસ શાહ આગળ જણાવે છે કે સામાન્ય રીતે આ સર્જરી 22થી 26 વર્ષની યુવતીઓ વધારે કરાવતી હોય છે. પરંતુ જેની ઉંમર 40 વર્ષની થઈ હોય એવી સ્ત્રીઓ પણ આવતી હોય છે. એ જુદા કારણસર આવતી હોય છે. એમના લગ્નની પચીસમી એનિવર્સરી આવતી હોય અને એમને એમ થાય કે મારાં હસબન્ડ ને કઈ ગિફ્ટ આપવી છે, ઘરમાં ગાડી છે, બંગલો છે, બધી જ વસ્તુ છે કોઈ જ વસ્તુની કમી નથી. ફિઝિકલ વસ્તુ આપે તો તેની બહુ કિંમત નથી રહેતી. એટલે એમને એવું થાય કે હું હાયમન રિક્રિએટ કરાવું અને એનિવર્સરીના દિવસે પતિને 25 વર્ષ પહેલાં જે રાતનો અનુભવ થયો હતો એ અનુભવ કરાવું તો એના માટે પણ ઘણી સ્ત્રીઓ આવતી હોય છે, પણ એનું પ્રમાણ ઓછું હોય છે. વધારે 22થી 26 વર્ષની યુવતીઓ આવતી હોય છે, જેના લગ્ન નથી થયેલા હોતા.

‘મને હાયમન ટાઈટ કરી આપો’
ડૉ. પારસ શાહે એવું પણ કહ્યું કે આ સર્જરી કરાવવા ગામડા અને શહેર બંને પ્રકારની યુવતીઓ આવે છે. સિટીની યુવતી છે, એ પ્રીમેરિટલ સેક્સ વધારે કરે છે એટલે એમને જરૂર પડે છે. ગામડાંમાં પણ પ્રીમેરિટલ સેક્સ થાય છે. આવો એક વર્ગ છે, જ્યાં મેરેજની ફર્સ્ટ નાઈટમાં વર્જિનિટીને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. એમને એવું લાગે કે ફર્સ્ટ નાઈટમાં તો બ્લીડિંગ થવું (લોહી નીકળવું) જ જોઈએ. લોકોમાં એક માન્યતા છે કે પહેલી રાતે પતિ-પત્ની સંબંધ બાંધે તો ફરજિયાત લોહી નીકળવું જોઈએ. આ એક ગેરમાન્યતા છે. અમે ઘણી વખત કહીએ કે એમનું હાયમન ઇન્ટેક્ટ થાય એટલે કે અકબંધ રહે પણ લુઝ થઈ જાય તો લોહી નીકળવું જરૂરી નથી. તેમ છતાં કમ્યુનિટિમાં એક ગેરમાન્યતા ચાલી આવે છે અને આ માન્યતાને કારણે પણ લોકો અમારી પાસે આવે છે કે ‘મને હાયમન ટાઈટ કરી આપો એટલે પહેલી રાત્રે બ્લીડિંગ થાય જ.’

લગ્ન પહેલાના સંબંધોના કારણે વર્જિનિટીની સર્જરી વધી
આ અંગે સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને કોસ્મેટિક ગાયનેક સર્જન ડૉ. અર્ચના શાહનું કહેવું છે કે વર્જિનિટી રિક્રિએટ સર્જરી એટલે હાયમનો પ્લાસ્ટી. અત્યારની છોકરીઓમાં પ્રીમેરિટલ સેક્સ બહુ જ કોમન થઈ ગયું છે. ઇનફેક્ટ એ ફેશન કે ટ્રેન્ડ થઈ ગયું છે. જે છોકરીઓ આવે છે એ લગ્ન પહેલાં સંબંધ બાંધી ચૂકી હોય છે એટલે પણ એમનું હાયમન તૂટી ગયેલું હોય છે. એ જ્યારે લગ્ન કરવા જાય ત્યારે મનમાં ડર હોય કે સામેના પાર્ટનરને ખબર ના પડી જાય કે તે પહેલાં સંબંધ બાંધી ચૂકી છે, જેથી તે હાયમન ફરી ક્રિએટ કરાવવા આવે છે. ભારતમાં પણ વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. પાર્ટીઝ, ડ્રિંક્સ અને લગ્ન પહેલાના સંબંધો. એના કારણે હાયમનો પ્લાસ્ટીની ડિમાન્ડ હવે વધી રહી છે. સામાન્ય રીતે 22થી 26 વર્ષની ઉંમરની છોકરીઓ આવતી હોય છે. એમાં આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રીમેરિટલ સેક્સ તો છોકરીઓમાં 16 વર્ષની ઉંમરથી શરૂ થઈ જાય છે.

ડિવોર્સી મહિલાએ બીજા પતિને પ્લેઝર આપવા સર્જરી કરાવી
ડૉ. અર્ચના શાહે કહ્યું કે એક કેસ એવો હતો કે જેમાં એ બહેને પતિથી છૂટાછેડા લીધા હતા અને ફરી લગ્ન કરવાની હતાં. એમને હાયમનો પ્લાસ્ટી કરવી હતી. જોકે એણે પતિથી છુપાવ્યું નહોતું કે આ એના બીજા મેરેજ છે. તેમને અંદરથી એવું હતું કે મારાં હસબન્ડ ને હું ફર્સ્ટ નાઇટમા આનંદ આપી શકું. આ કેસમાં એણે છુપાવવા જેવું કઈ નહોતું. એનું કહેવું હતું કે હસબન્ડ ને ખબર છે કે હું ડિવોર્સી છું તો પણ મારે એ પ્લેઝર હસબન્ડને આપવું છે. એટલે મારે એ સર્જરી કરાવવી છે.

કેટલીક કમ્યુનિટીમાં પહેલી રાતે યુવતીના કૌમાર્યનું પરીક્ષણ થાય છે
ડૉ. અર્ચના શાહ જણાવે છે કે પુરુષ જ્યારે સંબંધ બાંધે ત્યારે વાઇફને પેઇન થાય અથવા થોડું ઘણું બ્લીડિંગ થાય તો પતિ તેને કૌમાર્યની નિશાની તરીકે જુએ છે, પરંતુ હકીકત એ છે કે યુવતી સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ ને ખબર પડતી નથી કે તેણે લગ્ન પહેલા સંબંધ બાંધ્યા છે કે નહીં. આ અંગે ડૉ. અર્ચના શાહે કહ્યું કે કેટલીક કમ્યુનિટીમાં લગ્નની રાતે બેડ પર સફેદ ચાદર પાથરવામાં આવે છે અને લોહીથી તે લાલ થાય એટલે યુવતીને કુમારિકા હોવાનું માનવામાં આવે છે. એ વિષે ડૉ. અર્ચના શાહ કહે છે કે એ ટોટલી એક મિસકન્સેપ્શન છે. એવું મનમાં ન આવવું જોઈએ. હવેની છોકરીઓ મેન્સ્ટ્રુઅલ કપ કે ટેમ્પુન્સ વાપરે છે. ઉપરાંત છોકરીઓ સ્પોર્ટ્સમાં ખૂબ જ આગળ છે, જેથી આવી પ્રવૃતિથી હાયમન સ્ટ્રેચ થઈ શકે છે અથવા તૂટી શકે છે. એનો અર્થ એ થયો કે છોકરી વર્જીન છે પણ હાયમન તૂટી ગયું છે. એ જ્યારે પહેલી રાતે સંબંધ રાખે છે તો બ્લીડ નથી થતું તો એનો મતલબ એ નથી કે છોકરી વર્જીન નથી.

25થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે
ડૉ. અર્ચના શાહે કહે છે કે અમારે ત્યાં હાયમનો પ્લાસ્ટીની ડિમાન્ડ કરવાવાળા પેશન્ટ વિકલી 4 જેટલા પેશન્ટ હોય છે. અમે દસેક વરસથી આ સર્જરી કરીએ છીએ. આજકાલ બધા પૈસા કમાય છે. તો બ્યુટી અને કોસ્મેટિક પર એ લોકો પૈસા ખર્ચે છે. હેર, ફેશિયલ, કે સ્કીન. ઈટ કેન બી એનીથીંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. કારણ કે એમને પેરન્ટ્સ પાસેથી પૈસા નથી લેવા પડતાં. ડૉ. અર્ચના શાહે કહ્યું કે એ એક દિવસની સર્જરી હોય છે. એમાં સહેજ ઊંઘની દવા અને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. દર્દી બેથી ચાર કલાકમાં ઘરે જઈ શકે છે. એમાં બહુ જ પાતળા અને ઓગળી જાય એવા ટાંકા લેવામાં આવે છે. કોઈ રિસ્ક નથી હોતું. દુખાવો બિલકુલ નથી થતો. ઘરે જઈને પેશન્ટ રૂટિન એક્ટિવિટી કરી શકે છે. હિલિંગ સામાન્ય રીતે 3થી 4 અઠવાડિયામાં થઈ જતું હોય છે. એમાં કોઈ મોટા કોમ્પ્લિકેશન નથી આવતા. સર્જરી પછી ભાગ્યે જ કોઈ દર્દીને ઇન્ફેક્શન થાય. જોકે કોઈ પણ સર્જીકલ પ્રોસિજરમાં એ શક્યતા હોય છે. હાયમન બનાવ્યા પછી 3થી 4 વીક સંબંધ નહીં રાખવાની સલાહ ડોક્ટર આપતા હોય છે. એ હિલિંગ પિરિયડ હોય છે. અમદાવાદમા આ સર્જરીની એવરેજ કિંમત 25થી 50 હજાર સુધીની રહે છે.

પુરુષવર્ગનું માઇન્ડ સેટ ચેન્જ થવું જોઈએ
તમણે કહ્યું કે આ ગાયનેક કોસ્મેટિક સર્જરી છે. કોસ્મેટિક સર્જરી અનિવાર્ય નથી હોતી. એ દર્દીની મરજી ઉપર છે. એ જ રીતે હાયમનો પ્લાસ્ટી પણ દર્દીની મરજી ઉપર જ છે. એનાથી કોઈ નુકસાન થતું નથી. એ ખૂબ જ સરળ હોય છે. પેશન્ટને કોઈ તકલીફ નથી પડતી. જ્યારે કોઈ માન્યતાને લઈને આ સર્જરી કરાવવામાં તો એટલું જરૂર કહી શકાય કે પુરુષવર્ગનું માઇન્ડ સેટ ચેન્જ થવું જોઈએ. હાયમન શુડ નોટ ઓન્લી બી ધ ક્રાઇટેરિયા ઓફ વર્જિનિટી. પરંતુ જો છોકરીને લાગે છે કે મારે એ કરાવી છે તો ડૉક્ટર તરીકે હું ના પાડી શકું નહીં. કોઈ પણ કોસ્મેટિક સર્જરી સ્વૈચ્છિક સર્જરી હોય છે.

હસબન્ડને પહેલી રાતે ખબર પડી જશે તો શું થશે?
આ અંગે ડૉ. પારસ શાહ કહે છે કે હું દરેક પેશન્ટ ને એક જ વસ્તુ કહું છું કે ડોન્ટ મેક બિગ ઇશ્યૂ ફોર અ સ્મોલ ટીશ્યુ. એ બહુ નાનો બારીક પડદો છે. એ તમારા શરીરમાં હોય કે ના હોય એનાથી તમારા જાતીય આનંદમાં કે પતિના જાતીય આનંદમાં કોઈ ફરક નથી પડતો. એ ખાલી મનમાં ડર છે કે મારાં હસબન્ડને પહેલી રાતે ખબર પડી જશે તો શું થશે? હું કાયમ એમ જ કહું છું કે હાયમન તૂટેલું હોય તો જાતીય જીવન બાંધેલું હોય એ જરૂરી નથી. ઘણી વખત એવું પણ બને છે કે અમુક સ્ત્રીઓ જાતીય સંબંધ રેગ્યુલર બાંધે છે. હાયમન અકબંધ છે. અને પ્રેગનન્સી પણ રહી ગઈ હોય છે, કારણ કે ઘણી વખત હાયમન બહુ જાડું હોય તો સિમેન સાઈડના રસ્તેથી જતું રહે છે અને પ્રેગનન્સી રહી જાય છે. હાયમન એ વર્જિનિટીનુ પ્રમાણપત્ર નથી.

You cannot copy content of this page