Only Gujarat

National

સિદ્ધુ મૂસેવાલા હત્યા: ગેંગસ્ટર ગોલ્ડી બરાર સાથે જોડાયેલી લેડી ડોન અનુરાધા કોણ છે?

ફેમસ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી બરારે લીધી છે. કેનેડામાં બેસીને ઓપરેટ કરતો ગેંગસ્ટર ગોલ્ડી બરાર રાજસ્થાનની લેડી ડોલ અનુરાધાનો ક્રાઈમ પાર્ટનર રહી ચૂક્યો છે. નોંધનીય છે કે ગોલ્ડી બરાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ સાથે જોડાયેલો છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ લેડી ડોન અનુરાધાનું કનેક્શન પણ બહાર આવ્યું છે.

લેડી ડોન અનુરાધા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલની ગર્લફ્રેન્ડ હતી. વર્ષ 2017માં આનંદપાલના એન્કાઉન્ટર બાદ અનુરાધાએ લોરેન્સ ગેંગ જોઈન કરી લીધી હતી. ત્યાર પછી તે કાલા જઠેડી સાથે મળીને ગેંગને ઓપરેટ કરતી હતી. અનુરાધાએ લોરેન્સની મદદથી ગોલ્ડી સાથે ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી લીધી હતી.

આનંદપાલના એન્કાઉન્ટર પછી અનુરાધાએ પોતાના નવા ગેંગસ્ટર પતિ કાલા જઠેડી સાથે પાર્ટનરશિપમાં પોતાના 20થી વધુ વિરોધીઓને સાફ કરી લીધા હતા. જ્યારે દિલ્હી પોલીસે અનુરાધા અને કાલા જઠેડીની જુલાઈ 2021માં ધરપકડ કરી ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો.

લેડી ડોન અનુરાધાના નેતૃત્વમાં કાલા જઠેડી, કેનેડામાં બેઠેલો ગોલ્ડી બરાર, થાઈલેન્ડમાં બેઠેલો વીરેન્દ્ર પ્રતાપ અને પંજાબનો મોન્ટી દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં અંડરવર્લ્ડની દુનિયા બનાવવા માંગતા હતા. અનુરાધાના કહેવા પર આ બધાએ ફક્ત 2 વર્ષમાં જ પોતાના વિરોધીઓનો સફાયો કરી નાખ્યો હતો.

કોણ છે અનુરાધા?
રાજસ્થાનના સીકરની રહેવાશી અનુરાધાનું હુલામણું નામ મિન્ટુ છે. બાળપણમાં માતા ગુજરી ગયા બાદ અનુરાધાની માથે પિતાનો સહારો બચ્યો હતો. આર્થિક હાલત કંગાળ હોવાથી પિતા કમાવવા માટે બહાર ચાલ્યા ગયા. અનુરાધા ભણવામાં હોશિયાર હતી. તેણે બીસીએ જેવી પ્રોફેશન ડિગ્રી લીધી. તેને સામાન્ય નોકરી કરવી નહોતી. લગ્ન બાદ અનુરાધા અને તેના પતિ ફેલિક્સ દિપક મિન્જે સીકરમાં શેર ટ્રેડિંગનું કામ શરૂ કર્યું હતું. બંનેએ મળીને લોકોના લાખો રૂપિયા ટ્રડિંગમાં લગાવ્યા હતા. અચાનક મંદી આવી અને બંને કરોડોના દેવામાં ડૂબી ગયા. દેવું ઉતારવા અનુરાધાએ ગુનાની દુનિયામાં કદમ રાખ્યો. તેણે પોતાના પતિને છોડી દીધો.

બાદમાં હિસ્ટ્રીશીટર બલબીર બાનુડા દ્વારા અનુરાધા કુખ્યાત ગુનેગાર આનંદપાલના સંપર્કમાં આવવી હતી. પોતાી જિંદગીમાં અનુરાધઘા આવતા જ આનંદપાલની જિંદગી બદલાઈ ગઈ હતી. તેણે આનંદપાલના સામાન્ય પહેરવેશને ચેન્જ કર્યો. તેણે આનંદપાલને અંગ્રેજી બોલતા પણ શીખવાડ્યું હતું. તેના બદલામાં આનંદપાલે અનુરાધાને AK-47 ચલાવતા શીખવાડી હતી. તે ગેરગાયદે હથિયારની હેરાફેરીમાં આનંદપાલને મદદ કરતી હતી. આનંદપાલના એન્કાઉન્ટર પછી તે ફરાર થઈ ગઈ હતી. જે દરમિયાન લોરેન્સની મદદથી તેની મુલાકાત કાલા જઠેડી સાથે થઈ હતી. ત્યાર પછી તેની આખી ગેંગ ઓપરેટ કરતી હતી.

લેડી ડોન અનુરાધા સામે હત્યા, અપહરણ, લૂંટ સહિત 12થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ અપહરણના કેસ છે. 10 મહિના પહેલા દિલ્હી પોલીસની સ્પેશયલ ટીમે કાલા જઠેડી અને અનુરાધાની યુપીના સહારનપુરમાં દબોચી લીધા હતા. તેની પાસેથી પિસ્તોલ અને રિવોલ્વર પણ મળી હતી. હાલ અનુરાધા રાજસ્થાનની અજમેર જેલમાં બંધ છે.

You cannot copy content of this page