Only Gujarat

Gujarat

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયરની ગાડીઓ સ્થળ પર

અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં વહેલી સવારે અચાનક આગ લાગી છે. જેને લઇને ફાયર વિભાગની કુલ 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે હોસ્પિટલના ભોંયરામાં પડેલા તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. અમદાવાદમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

હોસ્પિટલ તરફનો 500મીટરના રોડ રસ્તા બંધ કરવામાં આવ્યો છે. આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી ફાયરના જવાનો અંદર તો ગયા પરંતુ લાંબો સમય અંદર રહી શક્યા નહિ. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડે હોસ્પિટલના પાર્કિગની છત તોડવામાં આવી શકે છે. હોસ્પિટલમાં 100 દર્દીઓ હતા જેમાંથી 6 દર્દી ICUમાં હતા. તેમને સામે આવેલી આનંદ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બાકીના દર્દીઓને ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. જેને લઇને ફાયર વિભાગની 31 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. જ્યારે આગના કારણે 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી કોઇ જાનહાની થઈ નથી.

અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઝમેન્ટમાં આગ લાગી હોવાથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા અંદર ગયા હતા પરંતુ આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી લાંબો સમય અંદર રહી શક્યા નહીં. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડશે તો હોસ્પિટલના પાર્કિંગની છત તોડવામાં આવી શકે છે. જોકે, હોસ્પિટલમાં ધુમાડો નીકળે તે માટેની વ્યવસ્થા નથી કારણ કે હોસ્પિટલમાં એડજોસ્ટની વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધુ થઈ રહ્યો છે.

રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે હાલ દર્દીઓને ખસેડવાની હોસ્પિટલ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ હતા. જ્યારે હોસ્પિટલના બીજા માળે બે દર્દીઓ છે જેમની હાલત ગંભીર છે તેમને ICUમાંથી હટાવી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે અન્ય દર્દીઓને સામે આવેલી આનંદ હોસ્પિટલ તેમજ ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે તમામ દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં એક પણ દર્દી હોસ્પિટલમાં નથી.

હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે રસ્તો બ્લોક કરી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ઘેરવ સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ તરફ આવતો બંધ કરવામાં આવ્યો છે. શાહીબાગ બ્રિજથી પણ રાજસ્થાન હોસ્પિટલ તરફ આવતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ઝોન-4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઇ સહિતનો મોટો પોલીસ કાફોલ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

દર્દીના સગા મનોજ કુમાવતે જણાવ્યું હતું કે, મારા માતાને ડાયાબિટીસ હોવાથી હું ગઈકાલે તેમને રાજસ્થાનથી અમદાવાદ લાવ્યો હતો. રાજસ્થાન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે આગ લાગતા હોસ્પિટલ દ્વારા બાજુમાં આવેલી ધર્મશાળામાં મારી માતાને ખસેડવામાં આવ્યા છે. ત્યાં પણ તેમની સારવાર સારી રીતે કરવામાં આવી રહી છે. મારું વાહન અત્યારે બેઝમેન્ટમાં છે જેના માટે હું પાછો હોસ્પિટલ આવ્યો છું.

You cannot copy content of this page