Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતમાં કડકડતી ઠંડીને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો

અમદાવાદ: હાલ ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ધીરે ધીરે કરીને ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં માવઠા બાદ હવે હવામાન સામાન્ય થઈ રહ્યું છે. હવે રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થતાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ઠંડી વધે તેવી શક્યતા છે.

આ દરમિયાન ઘણાં વિસ્તારોમાં પારો 8 ડિગ્રીથી નીચે જવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. ત્યારે રવિવારે નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સાથે અમદાવાદમાં લધુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતમાં માવઠા બાદ હવે ઠંડી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવાર રાતથી લધુત્તમ તાપમાન ઘટવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ગુજરાતથી આગળ વધતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આગળ વધશે. હાડ થીજવતી ઠંડીનો લોકોએ સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે. આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બાદ અનેક વિસ્તારોમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અચાનક વાતાવરણના પલટાથી બેવડી ઋતુનો અનુભવ થયો હતો. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ગગડતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

You cannot copy content of this page