Only Gujarat

Bollywood

હિમાચલમાં ‘મસ્ત મસ્ત ગર્લ’નો હટકે અંદાજ, જોતા જ મોહી પડશો એ નક્કી

મનાલી: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન હાલ હિમાચલ પ્રદેશમાં વેકેશનની મજા માણી રહી છે. હાલ રવિના ટંડના વર્તમાનમાં એક આગામી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની નવી પોસ્ટમાં રવિના હિમાચલના બરફથી ઢંકાયેલા પહાડો પર પોઝ આપતી જોવા મળી હતી જેમ કે બોલિવૂડ શાહરૂખ ખાને સ્વિત્ઝર્લેન્ડમાં શૂટિંગ દરમિયાન પોઝ આપ્યો હતો તે રીતે રવિનાએ પણ પોઝ આપ્યો હતો જે તસવીર હાલ સોશિયલ મીડિયાાં ધૂમ મચાવી રહી છે.

રવિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો પોસ્ટ કરી હતી ત્યાર બાદ ગણતરીની મીનિટોમાં વાયરલ થઈ ગઈ હતી અને ચાહકોએ ભરપુર કોમેન્ટ્સ કરી હતી.

ગયા અઠવાડિયે અભિનેત્રીએ એક પછી એક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે ચિમની પાસે બેસેલી જોવા મળી હતી.

રવિનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, બુક, ચિમની જેવી…આ મારી પસંગદી વાળી વસ્તુ છે.

ચાહકોને સોશિયલ મીડિયા પર રવિના ટંડનનો આ અંદાજ બહુ જ પસંદ આવ્યો હતો.

You cannot copy content of this page