Only Gujarat

Bollywood

બોલિવૂડના આ સિતારાઓ IVFની મદદથી બન્યા હતા માતા-પિતા, જાણો લિસ્ટ

આખી દુનિયામાં મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી લીધી છે કે હવે કોઈ પણ વસ્તુ અસંભવ નથી લાગતી. એવામાંથી જ એક છે બાળક પેદા કરવાની મૉડર્ન ટેક્નિક, જેને IVF અથવા તો સેરોગેસી કહેવામાં આવે છે. આ ટેક્નિક બોલીવુડના અનેક સિતારાઓએ અપનાવી છે. જેની મદદથી તેમના ઘરમાં કિલકારીઓ ગૂંજી છે. આ પેકેજમાં અમે તમને બતાવીશું એવા જ કેટલાક સિતારોઓ, જેઓ સેરોગેસી અથવા ટેસ્ટ ટ્યૂબથી માતા પિતા બન્યા…

સની લિયોની
બોલીવુડમાં બેબી ડૉલના નામથી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી સની લિયોની ત્રણ બાળકોની માતા છે. સનીએ સૌથી પહેલા એક બાળકી નીશાને દતક લીધી. જે બાદ તે વર્ષ 2018માં બે જોડિયા બાળકોની માતા પણ બની. તેના બંને બાળકોના નામ અશર સિંહ વેબર અને નોઆ સિંહ વેબર છે. સનીના બંને બાળકો IVFથી જ પેદા થયા છે.

શિલ્પા શેટ્ટી
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં જ એક દીકરીની માતા બની છે. તેમણે પણ પોતાની દીકરી માટે ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિનો સહારો લીધો છે. શિલ્પા શેટ્ટીની દીકરીનું નામ શમિષા છે.

શાહરુખ ખાન
અભિનેતા શાહરુખ ખાન ત્રણ બાળકોના પિતા છે. તેમના બે મોટા બાળકો આર્યન અને સુહાના વિશે સૌ કોઈ જાણે છે. ત્યાં જ શાહરુખનો ત્રીજો સૌથી નાનો દીકરો અબરામ છે. શાહરુખે પણ દીકરા અબરામ માટે આ જ ટેક્નિકની મદદ લીધી છે.

આમિર ખાન
આમિર ખાને કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા છે અને આ કપલે વર્ષ 2011માં સેરોગેસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ કરી હતી. આમિર અને કિરણના દીકરાનું નામ આઝાદ છે. બંનેએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના માટે આ બાળક ખૂબ જ મહત્વનું છે.

કરણ જોહર
ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને એક્ટર કરણ જોહર સિંગલ પેરેન્ટ છે. કરણનો એક દીકરો અને દીકરી છે. બંનેનું નામ યશ અને રૂહી રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કરણે પિતા યશ જોહરના નામ પરથી દીકરાનું નામ અને માતા હીરૂના અક્ષરોને ભેગા કરીને દીકરીનું નામ રાખ્યું છે. કરણના બંને દીકરાઓ પણ આ જ પદ્ધતિથી પેદા થયા છે.

તુષાર કપૂર
તુષાર કપૂર પણ સિંગલ પેરેન્ટ્સની લિસ્ટમાં સામેલ છે. તુષાર સેરોગેસીની મદદથી પિતા બન્યા છે. તેમના દીકરાનું નામ લક્ષ્ય છે. ઘણી વાર તુષાર કપૂર પોતાના દીકરા સાથે ફોટોસ શેર કરતા રહે છે.

એકતા કપૂર
ટીવી અને ફિલ્મોની જાણીતી પ્રોડ્યૂસર એકતા કપૂર પણ સિંગલ પેરેન્ટ્સ છે. આ વર્ષે જ એકતા સેરોગેસીના માધ્યમથી માતા બની છે. એકતા કપૂરના દીકરાનું નામ રવિ કપૂર છે.

You cannot copy content of this page