Only Gujarat

Bollywood FEATURED

ટાઈટ કપડાં પહેરવાથી પપ્પાએ રોકતા ભડકી હતી પ્રિયંકા ચોપરા, પપ્પા સાથે થઈ હતી લડાઈ

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જોનાસ સાથે અમેરિકામાં છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે પ્રિયંકા પણ સેલ્ફ આઇસોલેશનમાં છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાની તસવીરો અને વીડ઼િયો શેર કરતી રહે છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાના પપ્પા સાથે જોડાયેલી યાદોનો ઉલ્લેખ કર્યો હતો. ટૈટલર મેગેઝીનના ડિઝિટલ એડિશનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, એકવાર તેના પપ્પાએ તેને ટાઇટ કપડા પહેરતા રોકી હતી. જેને લઇને પપ્પા સાથે તેની લડાઇ થઇ ગઇ હતી.

આ ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ એ દિવસોનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે તે અમેરિકાથી ભારત આવી હતી અને તેના લૂકમાં ઘણો ફેરફાર આવ્યો હતો. પ્રિયંકાએ કહ્યુ કે, તેના લૂકમાં ફેરફારને લઇને તેના પિતાએ કેવી રીતે રિએક્ટ કર્યું હતું.

પ્રિયંકાએ કહ્યુ કે, હું જ્યારે 16 વર્ષની હતી તો અમેરિકાથી પાછી ફરી હતી. ત્યારે મારા વાળ ઘુંઘરાળા હતા. મારા પિતા મને જોઇને ગભરાઇ ગયા હતા. શરૂઆતના કેટલાક દિવસો સુધી તેમને ખ્યાલ નહોતો આવી રહ્યો કે તેઓ મારી સાથે કેવી રીતે વર્તન કરે. પ્રિયંકાએ કહ્યું કે, છોકરાઓએ સ્કૂલથી તેનો પીછો કરવાની શરૂઆત કરી દીધી હતી. જેને કારણે પપ્પાએ મને બારીમાં ઉભા રહેવા અને ટાઇટ કપડા પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રિયંકાએ પોતાના પપ્પાને લઇને કહ્યુ કે, તે પપ્પાની સાથે મારા સારા મિત્ર પણ હતા. તે હંમેશા કહેતા હતા કે તું કાંઇ પણ કરે સારુ કે ખરાબ સૌ પ્રથમ મારી પાસે આવજે અને જણાવજે. હું બધુ સારું કરી દઇશ. હું તને ક્યારેય જજ નહી કરું. 10 જૂન 2013ના રોજ તેના પિતાનું નિધન થયું હતું. પ્રિયંકાના પિતા આર્મીમાં ડોક્ટર હતા.

પ્રિયંકા પોતાના પિતાની નજીક હતી. પ્રિયંકાએ પોતાના હાથ પર ડેડીઝ લિટલ ગર્લનામનુ ટૈટૂ બનાવ્યું છે.

પ્રિયંકાની કઝિન સિસ્ટર્સ પરિણીતિ અને મનારા બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. પરંતુ તેના નાના ભાઇ સિદ્ધાર્થે ફિલ્મોના બદલે હોસ્પિટૈલિટી ઇન્ડસ્ટ્રીમા ઝંપલાવ્યું.

સિદ્ધાર્થ એક હોસ્પિટૈલિટી પ્રોફેશનલ છે. તેણે સ્વિઝરલેન્ડમાંથી શેફની ટ્રેનિંગ લીધી છે. સપ્ટેમ્બર 2015માં તેણે પૂણેમાં એક પબ લાઉન્ઝ મગશોટ કેફૈની ગ્રાન્ડ ઓપનિંગ કરી છે.

નોંધનીય છે કે પ્રિયંકા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર, જાયરા વસીમ અને રોહિત સર્રાફ મુખ્ય ભૂમિકામાં હતા.

પપ્પા અશોક ચોપરા અને માતા મધુ ચોપરા સાથે પ્રિયંકા

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page