Only Gujarat

FEATURED National

લગ્નમાં ગઈ હતી આ મહિલા ને અચાનક જ પડોશમાંથી થવા લાગી સાપ-સાપની બૂમો ને પછી…

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સાડી પહેરીને સાપ પકડતી જોવા મળી રહી છે. આ મહિલા પાસે કોઈ ખાસ સાધન પણ નથી છતાં તે સરળતાથી સાપને પકડી લોકોને ભયમુક્ત કરે છે. વાસ્તવમાં આ મહિલા એક લગ્નમાં સામેલ થવા માટે ગઈ હતી. લગ્નના કાર્યક્રમના કારણે તેણે સાડી પહેરી હતી, આ દરમિયાન પાડોશમાં સાપ દેખાયાની બૂમો સાંભળવા મળી. જે પછી આ મહિલા સાપ પકડતી હોવાનું સામે આવતા તેને વાત કરવામા આવી. તેણે ઘણી સરળતાથી સાપને પકડી લીધો અને આ ઘટનાનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો, જે પછી વાઈરલ થયો.

ડૉક્ટર અજયતા નામની ટ્વિટર યૂઝરે આ વીડિયો શેર કર્યો હતો. ટ્વિટ અનુસાર મહિલા કર્ણાટકની છે. તે સાપને પકડવા અને રેસ્ક્યૂ કરવાનું કામ કરે છે. તે એક લગ્નમાં ગઈ ત્યારે જ નજીકમાં સાપ દેખાયાની જાણ થઈ. તેથી તે લોકોની મદદ કરવા માટે સાડીમાં જ નીકળી પડી અને માત્ર એક લાકડીની મદદથી સાપને ખાલી હાથે પકડી લીધો હતો. આ વીડિયોને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. અગાઉ મહિલાને ટ્વિટમાં ‘વિરાટ ભગિની’તરીકે સંબોધવામાં આવી હતી, જોકે મહિલાનું વાસ્તવિક નામ નિરઝારા ચિટ્ટી હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર લોકો મહિલાના એકદમ સરળતાથી સાપ પકડી પાડવાની ઘટનાને જોઈ ચોંક્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરી કે- તે 3 દિવસથી એક ગરોળીને તેના સ્થાન પરથી ખસેડી શક્યો નથી અને આ મહિલાએ અમુક સેકન્ડમાં સાપ પકડી લીધો. એક યુઝરે કોમેન્ટ કરી કે,‘તે સ્ત્રી છે, તે કંઈપણ કરી શકે છે.’

એક ટ્વિટમાં મહિલા બેલગામની હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો. નિર્જરા ચિટ્ટી અને તેનો પતિ આનંદ ચિટ્ટી વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ્સ છે. એવું નથી કે, કોઈ અન્ય મહિલા સ્નેક કેચર દેશમાં છે જ નહીં. પરંતુ નિર્જરા સાડીમાં પણ સાપને સરળતાથી પકડી લે છે.

નિર્જરા કર્ણાટકમાં એક જાણીતું નામ છે. તે સાપ પકડવાના ઘણા કિસ્સા માટે ચર્ચામાં રહી છે. તેઓ sarpmitra anand chitti અને Gurukul edutech નામની યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે.

You cannot copy content of this page