Only Gujarat

FEATURED National

મહેંદી લગાવી બેઠી હતી દુલ્હન પણ વરરાજા ના આવ્યો, કારણ જાણી હચમચી જશો

ખુશીઓ અને માતમ વચ્ચે બહુ મોટું અંતર નથી હોતું, ભાવુક કરનારી આ ઘટના જ એવું દર્શાવે છે. વરઘોડાનાં થોડા કલાકો પહેલાં જ ઘરમાં ખુશીઓની જગ્યા માતમે લઈ લીધી હતી. પંખામાં ફેલાયેલાં કરંટની અડફેટમાં આવવાથી વરરજાનું મોત થયુ હતુ. રવિવારે આ યુવકનાં લગ્ન થવાના હતા,વરઘોડાની તૈયારીઓ પુરી થઈ ગઈ હતી. મહેમાનો મસ્તીમાં ડાંસ કરી રહ્યા હતા. તેમને ગરમીના લાગે તે માટે પંખાનું મોઢું તેમની તરફ કરવા લાગ્યો હતો. પરંતુ તેને શું ખબર હતીકે, મોત તેને પોતાની તરફ ખેંચી રહ્યુ છે. કરંટ લાગતા જ વરરજો તરફડિયા મારવા લાગ્યા હતો. આ સમાચાર જ્યારે દુલ્હન પાસે પહોંચ્યા તો તે પોતાના આંસુ રોકી શકી નહી. આ ઘટનાએ આખા પરિવારને તોડીને રાખી દીધો હતો. તેમને કશું પણ સમજમાં આવ્યુ નહીકે, જે પુત્રને ઘોડી ઉપર ચડાવવાનો હતો તેની અર્થી બાંધવી પડી હતી.

હ્રદય કંપાવતી આ ઘટના ફિરોઝપુર જીલ્લાનાં કડમા ગામાં શનિવારે સામે આવી હતી. મહેમાનો અને પરિવારનાં લોકો માટે આ આંચકાથી ઓછું ન હતુ.

દુલ્હાનું નામ મોનુ કપાહી હતુ, તેની જાન જલાલાબાદ જવાની હતી. શનિવારે શગુન લઈને છોકરીનાં ઘરના લોકો તેના ઘરે પહોંચ્યા હતા.

રવિવારે જાન જવાની હતી, તે પહેલાં જ ઘરમાં માતમનો માહોલ પ્રસરી ગયો હતો.

ઘટના બાદ રોતી ઘરની વડીલ સભ્ય, આ ઘટનાએ બધાને મોટો આંચકો આપ્યો હતો.

પોતાના પુત્રની અર્થી પાસે રોતી માતા એ ક્યારેય સપનામાં પણ વિચાર્યુ ન હતુકે,પુત્રની જાન નીકળવાની જગ્યાએ તેની અર્થી સજી જશે.

આ ઘટના એલર્ટ કરે છે. સમય-સમય પર તમારા ઈલેક્ટ્રિક ઉપકરણો અને વીજળી ફિટિંગની તપાસ કરતા રહેવું જોઈએ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page