Only Gujarat

National

પિતા શહીદીથી અજાણ છે માસૂમ દીકરી, ઘણીવાર પૂછે છે કે, પિતા ક્યારે આવશે?

દેશભક્તિના જૂનુનમાં વ્યક્તિ પોતાનું સર્વસ્વ આપી દેવા તત્પર હોય છે. દેશ માટે શહીદ થયેલાં સબ ઇન્સ્પેક્ટર ઇમરાન ટાકની સાત વર્ષીય દીકરીમાં પણ તેના પિતાની જેમ જ દેશભક્તિ કરવાનો જુસ્સો છે. બહાદુર પિતાની શહીદીથી અજાણ અને તેમના પોલીસની વરદીમાં ફોટો વીડિયો જોઈને મોટી થતી માસૂમે ASP ઉધમપુર સરગુન શુક્લાએ પોતાની ખુરશી પર બેસવા કહ્યું તો તેને ના પાડી દીધી હતી.

એવામાં તમે વિચારી રહ્યા હશો કે, એક માસૂમ સાત વર્ષની બાળકી કેમ આવું કરશે? પણ અમે તમને જણાવીએ કે તે માસૂમ બાળકીનો જવાબ સાંભળીને તમે દરેક પ્રફુલ્લિત થઈ જશો અને તે છોકરીના જુસ્સા સામે નતમસ્તક થઈ જશો.

ઉધમપુર ASPએ માસૂમ દીકરીને પોતાની ખુરશી પર બેસવા માટે કહ્યું, તો તેણે એવું કહીને ના પાડી દીધી કે, ‘આજે નહીં, હું આ ખુરશી પર ભારતીય પોલીસ સેવા IPS અધિકારી બનીને બેસીશ.’ એવામાં બાળકીનો આ જુસ્સો જોઈને થોડીકવાર માટે ASP પણ ભાવુક થઈ ગયા હતાં.

ઉધમપુર ASPએ માસૂમ દીકરીને પોતાની ખુરશી પર બેસવા માટે કહ્યું, તો તેણે એવું કહીને ના પાડી દીધી કે, ‘આજે નહીં, હું આ ખુરશી પર ભારતીય પોલીસ સેવા IPS અધિકારી બનીને બેસીશ.’ એવામાં બાળકીનો આ જુસ્સો જોઈને થોડીકવાર માટે ASP પણ ભાવુક થઈ ગયા હતાં.

હાલમાં જ દિલ્હીમાં શોર્ય ચક્ર પ્રાપ્ચ કરનારા શહીદની પત્ની ગુલનાઝ અખ્તર અને દીકરી અલિશ્બાને ઉધમપુર આવ્યા પછી ASP સરગુને પોતાના કાર્યાલય પર આમંત્રણ આપ્યું હતું. જે પછી અલિશ્બા પિતાને મળેલાં શોર્ય ચક્રને ગર્વથી હાથમાં લઈને ઊભી હતી. આ દરમિયાન ASPએ તેને પોતાની ખુરશી પર બેસવા કહ્યું પણ તેને ના પાડી દીધી હતી.

અલિશ્બાએ કહ્યું કે, તે IPS અધિકારી બનીને એક દિવસ જરૂર આ ખુરશી પર બેસલા માગે છે. જે પછી ASPએ પણ અલિશ્બા સાથે લીધેલો ફોટો પોતાના ટ્વિટર પર શેર કરી તેમને શુભેચ્છા આપી હતી.

પિતા શહીદી થઈ અજાણ છે માસૂમ દીકરી
આજ સુધી સ્વજનોએ અલિશ્બાને પિતાની શહીદી વિશે જણાવ્યું નથી. તે જ્યારે પણ પૂછે ત્યારે સ્વજન તેને જણાવે છે કે, તેના પિતા ડ્યૂટીના કામથી બહાર છે. અલિશ્બા મોટી થયા પછી તેની સમજણ અને સવાલ વધી રહ્યા છે. ઘણીવાર તે વીડિયો કોલ કરવાનું કહે છે. તો સ્વજનો તેને કહે છે કે, જ્યાં તારા પિતા છે, ત્યાં નેટવર્ક આવતું નથી.

તે જ્યારે શૌર્ય ચક્ર મળતાં તેમની માને પૂછવામાં આવ્યું કે, પપ્પાને આ સન્માન કેવી રીતે મળ્યું છે. એટલું જ નહીં તે દરમિયાન તેને માની ઉદાસીનું કારણ પણ પૂછ્યું હતું. ત્યારે માએ તેને ટાળી દીધું હતું.

દીકરી ઘણીવાર પૂછે છે કે, પિતા ક્યારે આવશે?
તો અલિશ્બાની મા ગુલનાઝ અખ્તર મુજબ, તે પોતાના પિતાના વીડિયો અને ફોટો જોઈને મોટી થઈ છે. વરદીમાં પિતાને જોઈને તે પણ પિતાની જેમ અધિકારી બનીને દેશની સેવા કરવા માગે છે. તે IPS બનવા માગે છે. કેવી રીતે બની શકાય તે, વિશે ઘણીવાર પૂછે છે. અલિશ્બા જ્યારે પણ જીદ કરે છે ત્યારે સ્વજનો કહે છે કે, તે 10 વર્ષની થશે ત્યારે તેના પિતા આવશે. હવે તે 10 વર્ષની થવાની રાહ જોઈ રહી છે. તેને કહ્યું કે, એવું થઈ શકે છે કે, અલિશ્બા ધીમે-ધીમે તેના પિતાની શહીદી વિશે બધુ સમજી જશે.

વર્ષ 2017માં શ્રીનગરના જકૂરામાં પણ શહીદ થયા હતાં
એટલું જ નહીં પરિજનોએ જણાવ્યું કે, તેમણે બાળકીને સાચુ કહેવાની તાકાત નથી અને અલિશ્બાનો સ્વભાવ પરિપક્વ, હિંમતવાળો અને ખુશમિજાજ છે. અલ્લાહ તેની ખુશી અને હિંમત બનાવી રાખે. તેના સપના પૂરા કરે. ઉધમપુર જિલ્લ્ના બસંતગઢ નિવાસી સબ ઇન્સ્પેક્ટર ઇમરાન ટાક વર્ષ 2017માં શ્રીનગરના બહારના વિસ્તાર જકૂરામાં આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતાં. કારમાં ત્રણ આતંકીઓ શ્રીનગર ગાંદરબલ માર્ગ પર જકૂરા ક્રોસિંગ પાસે ફાયરિંગ કર્યું હતું. ત્યારે શહીદની દીકરી માત્ર ત્રણ વર્ષની હતી.

You cannot copy content of this page