Only Gujarat

Bollywood FEATURED

‘તારક મહેતા…’ સીરિયલમાં ટપુ અને સોનુ કેવી રીતે ઉજવશે વેલેન્ટાઈન-ડે? જાણો

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ ચાહકોને ખૂબ જ પસંદ છે. દરેક એપિસોડમાં ચાહકો માટે કંઈક નવું જોવા મળે છે. ત્યારે આ વખતે સીરિયલના એપિસોડમાં ગોકુલધામમાં વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરવામાં આવી રહી છે જોકે આ એપિસોડમાં જોરદાર વળાંક આવ્યો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની ગોકુલધામમાં વેલેન્ટાઈન-ડેને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે સીરિયલમાં કોણ કેવી રીતે વેલેન્ટાઈન-ડે ઉજવે છે તેની પર બધાંની નજર છે. ત્યારે દરેકના મનમાં એક વિચાર આવતો હશે કે જેઠાલાલ બબિતાને વેલેન્ટાઈનની ગિફ્ટ આપશે કે શું, પરંતુ આ વખતે એવું નથી.

આ વખતે તો ટપુએ સોનુ માટે એક સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું છે. આમ પણ ભીડે ટપુ અને સોનુની ફ્રેન્ડશિપને લઈને અનેકવાર ગુસ્સે થતાં જોવા મળ્યાં છે. પરંતુ આ વખતે તો ટપુને સોનુ સાથે વાત કરતો જોઈ ભીડેની આંખો પહોંચી થઈ ગઈ છે.

ટપુ સોનુને પોતાના પ્લાન વિશે જણાવવા માટે તેના ઘરે જાય છે. સોનુનો હાથ પકડીને ટપુ તેને કહે છે કે, આ વેલેન્ટાઈન-ડે પર તેણે સોનુ માટે એક ખાસ સરપ્રાઈઝ પ્લાનિંગ કર્યું છે. સોનુના ઘરે જઈને ટપુ તેને જણાવે છે કે, ટપુ તેને દિલથી એક સરપ્રાઈઝ આપવા માગે છે.

આ સરપ્રાઈઝ તેના દિલની ખૂબ નજીક છે. ટપુએ એમ પણ કહ્યું હતું કે, સમગ્ર ટપુસેના ચાહે છે કે, તે તેના દિલની ફિલિંગ બધાંની સામે રાખે. સોનુને ટપુ આશ્વાસન પણ આપે છે કે, આ સરપ્રાઈઝ તેને ખૂબ જ સારું લાગશે.

સોનુ અને ટપુ વચ્ચે આ વાત ચાલતી હતી ત્યારે ભીડે અને માધવી પણ ત્યાં જ ઉભા રહીને સાંભળી રહે છે. માધવી તો ટપુના સરપ્રાઈઝથી ખૂબ જ ખુશ છે પરંતુ ભીડેની તો આંખો પહોંચી થઈ જાય છે. હવે જોવાનું એ રહે છે કે, ટપુ આખરે સોનુને એવી તો કઈ સરપ્રાઈઝ આપે છે. હાલ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page