Only Gujarat

FEATURED International

કોરોનાનો ડર તો એવો લાગ્યો કે અહીંયા એક સાથે હજારો લોકોએ પી લીધું ઝેરી દારૂ ને પછી…

તેહરાનઃ વિશ્વભરમાં કોરોનાના લાખો કેસ છે અને તેમાં દિવસેને દિવસે વધારો થવાંથી લોકો હવે ડરી રહ્યા છે. કોરોનાથી બચવા માટે કોઈ દવા વિશે જણાવવામાં આવે કે તરત જ લોકો તેને અપનાવવા લાગે છે. આવી જ એક અફવાને લીધે ઇરાનમાં 700થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

ખરેખર તો, એવી અફવા ફેલાઈ કે મેથેનોલ પીવાંથી કોરોનાવાઇરસ ફેલાતો નથી. આ પછી મોટી સંખ્યામાં લોકોએ ઝેરીલું મેથેનોલ પીધું અને લગભગ 700થી વધુ લોકોનાં મોત થઈ ગયા.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયના એડવાઇઝર હોસૈન હસૈનિયન મુજબ, અલગ-અલગ માધ્યમોથી મોતનાં આંકડામાં અંતર એટલાં માટે છે કેમ કે, ઝેરીલો દારૂ પીવાંથી લગભગ 200 પીડિતોનાં મોત હોસ્પિટલની બહાર થયા હતાં.

ગયાં વર્ષે એપ્રિલ મહિનામાં જાહેર કરાયેલાં એક સરકારી રિપોર્ટ મુજબ, ઇરાનમાં ગયાં વર્ષ કરતાં આ વર્ષે 10 ગણા મોત વધારે ઝેરી દારૂ પીવાની ઘટનામાં થયો છે.

રાષ્ટ્રીય અધિકારીએ આ ઘટનાં અંગે જણાવ્યું કે, ઝેરીલાં દારૂને લીધે 20 ફેબ્રુઆરીથી 7 એપ્રિલ સુધી 728 ઇરાનીઓનાં મોત થયાં છે. સ્થાનિક સ્ટેટ ટીવીએ ઇરાનના સ્વાસ્થ્ય મંત્રાલયનાં પ્રવક્તા કિન્યૌસ જહાનપુર દ્વારા જણાવવામાં આવ્યું કે, ઝેરીલા મેથેનોલનો દારૂ પીવાને લીધે 525 લોકોનાં મોત થયાં છે. જહાનપુરએ કહ્યું કે, ‘મેથેનોલ દારૂથી 5,011 લોકોને ઝેર આપવામાં આવ્યું હતું.’

અત્યારે ઇરાનમાં લગભગ 40 દારૂની ફેક્ટ્રરીઓ છે પણ, તે દરેક કંપનીઓ દારૂ બનાવવાની જગ્યાએ સેનેટાઇઝિંગ અને કોરોનાવાઇરસથી લડવા મદદ થતાં ઉત્ત્પાદનમાં લાગેલી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાઇરસને લીધે ઇરાનની સ્થિતી ખરાબ છે. ઇરાનમાં કોરોનાથી 91000 લોકો સંક્રમિત છે અને અત્યાર સુધી 5806 લોકોનાં મોત થયાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page