Only Gujarat

Sports

ગુજરાતી ખેલાડી અક્ષર પટેલની પત્ની મેહા પટેલ શું કરે છે? રસપ્રદ છે બન્નેની સ્ટોરી

અક્ષર પટેલે તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અક્ષર IPL 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે. તેણે ઘણી વખત ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. ક્રિકેટની સાથે સાથે અક્ષર પોતાની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે.

અક્ષરે તેની મિત્ર મેહા પટેલ સાથે જાન્યુઆરી 2023માં લગ્ન કર્યા હતા. મેહા અને અક્ષરની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે.

મેહા વ્યવસાયે ડાયેટિશિયન છે. તેણે 2022માં અક્ષર સાથે સગાઈ કરી હતી. એક અહેવાલ મુજબ, અક્ષરે લાંબા સમય સુધી ડેટ કર્યા પછી સગાઈ કરી અને પછી મેહા સાથે લગ્ન કર્યા.

મેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લગભગ 70 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. મેહાએ પોતાનું બીજું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. તેના પર તે પોતાનો ડાયટ પ્લાન શેર કરે છે.

અક્ષર ક્રિકેટ અને બ્રાન્ડ્સ સાથે સહયોગ કરીને સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 49 કરોડ રૂપિયા છે. અક્ષરને દિલ્હી કેપિટલ્સ તરફથી 9 કરોડ રૂપિયા પગાર મળે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page