Only Gujarat

FEATURED Sports

ક્રિકેટર રહાણેએ લગ્નમાં કરી હતી એવી ભૂલ કે પત્ની ગુસ્સાથી થઈ હતી લાલચોળ

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વાઇસ કૅપ્ટન અજિંક્ય રહાણે હાલ મધ્યક્રમના સારા બેસ્ટ્સમેનમાંથી એક છે. અજિંક્ય રાહણેનું વિદેશી મેદાન પર પ્રદર્શન શાનદાર રહ્યું છે, પણ શું તમે જાણો છો કે, બાળપણથી તેમનું મોટિવેટર અને સપોર્ટર કોણ હતું?. અજિંક્યા રહાણેની ફ્રેન્ડ અને પત્ની ધોપાવકર બાળપણથી જ તેમની પ્રેરણા અને સમર્થક રહી છે. રહાણે અને રાધિકાની પ્રેમ કહાણી જૂની બૉલિવૂડ ફિલ્મો જેવી જ છે. જેમાં છોકરો-છોકરી એક જ સ્કૂલમાં ભણે છે. પછી બંને એકબીજાના પ્રેમમાં પડે છે. બંને એકબીજાને સાચો પ્રેમ કરે છે અને પછી બંને હંમેશા માટે એકબીજાના થઈ જાય છે.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત અશ્વી ખુર્દ ગામમાં 6 જૂન 1988માં જન્મેલા અજિંક્ય રહાણે અને રાધિકા ધોપાવકર એક શેરીમાં રહેતાં હતાં. આસપાસ રહેવાને લીધે ઘણીવાર બંનેની મુલાકાત થતી રહેતી હતી. આ મુલાકાત ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેના પરિવારને તેમની ફ્રેન્ડશિપ વિશે ખબર હતી, પણ તે વાતની જાણ નહોતી કે બંને એકબીજાને પોતાનું દિલ આપી બેઠા છે. રહાણે અને રાધિકાએ ઘરવાળાને વધારે દિવસ સસ્પેન્સમાં રાખ્યા નહીં અને તેમના પ્રેમની વાત જણાવી દીધી.

રહાણે અને રાધિકા 26 સપ્ટેમ્બર 2014માં લગ્નના બંધનમાં બંધાઈ ગયાં. જોકે, રહાણે પોતાના લગ્નમાં એક એવી ભૂલ કરી બેઠા હતાં. જેને લીધે તેમને રાધિકા સામે શર્મસાર થવું પડ્યું હતું. રહાણે પોતાના લગ્નમાં ટી-શર્ટ અને જીન્સ પહેરી દોસ્તો અને સંબંધી સાથે રાધિકાના ઘરે પહોંચી ગયાં હતાં.

આ પહેરવેશમાં જોઈ રાધિકા ગુસ્સે થઈ રહાણેને જોવા લાગી હતી. રહાણે આ ઘટનાક્રમને જિંદગીની સૌથી મોટી ભૂલ માને છે. રહાણેએ એક શૉમાં જણાવ્યું હતું કે, ‘તે સમયે ખુદ માટે ખરીદી કરવા તેમની પાસે સમય બચ્યો નહોતો. તેમને એવું લાગી રહ્યું હતું કે, રાધિકાના ઘરવાળા લગ્ન માટે કપડાં આપશે, પણ એવું થયું નહીં.’

રહાણે વિશે એક અન્ય વાત જે ઘણાં ઓછા લોકો જાણતાં હશે કે, તેમને કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યું છે. રહાણેએ 12 વર્ષની ઊંમરમાં જ બ્લેક બેલ્ટ હાંસલ કરી લીધું હતું. આજે પણ જ્યારે તક મળે છે ત્યારે તે કરાટેની પ્રેક્ટિસ કરવાનું ભૂલતાં નથી.

આ જ કારણે, રહાણેની ઓળખ ભલે સફળ બેસ્ટ્સમેન તરીકે હોય, પણ તે IPLમાં 6 બૉલ પર 6 ચોકા ફટકારનાર એકમાત્ર બેસ્ટમેન છે. તેમણે વર્ષ 2012માં રાજસલસ્થાન રૉયલ્સ તરફથી રમીને આ ઉપલબ્ધી હાંસલ કરી હતી.

You cannot copy content of this page