Only Gujarat

Sports

150 કરોડના આલીશાન બંગલામાં રહે છે પ્રિયંકાનો પતિ નિક જોનસ, જુઓ અંદરના લક્ઝૂરિયસ ફોટા

એક્ટ્રસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસનો 16 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. વર્ષ 1992માં જન્મેલા નિક જોનસનું સાચું નામ નિકોલસ જેરી જોનસ છે. વર્ષ 2006માં જ્યારે નિકનું પહેલું આલ્બમ ‘ઇટ્સ અબાઉટ ટાઇમ’ ત્યારે તેમની ઉંમર માત્ર 13 વર્ષની હતી. નિક જોનસે 7 વર્ષની ઉંમરથી એક્ટિંગની શરૂઆત કરી હતી અને તેમણે ઘણાં સોલો સોન્ગ અને આલ્બમ કર્યાં છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે. બંને એક બીજાથી ખૂબ જ ખુશ છે. પ્રિયંકા નિક સાથે લૉસ એન્જલસમાં રહે છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે આ વર્ષે લક્ઝૂરિયસ ઘર ખરીદ્યું છે. નિક પ્રિયંકા સાથે ખૂબ જ આલિશાન ઘરમાં રહે છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં સામે આવ્યાં છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું ઘર ખૂબ જ સુંદર છે. લૉસ એન્જલસમાં સ્થિત તેમનું ઘર અત્યારે ચર્ચામાં છે. પ્રિયંકાને શાનદાર વ્યૂવાળા બંગલો નિક જોનસે ગિફ્ટમાં આપ્યો છે.

પ્રિયંકા અને નિક જોનસનું આ ઘર કોઈ હોટેલથી ઓછું નથી. રિપોર્ટ્સ મુજબ તેમનું આ ઘર 20 હજાર વર્ગ ફૂટમાં છે અને જેમાં 7 બેડરૂમ અને 11 બાથરૂમ છે. ઘરની ડિઝાઈન ખૂબ જ સરસ છે. સોશિયલ મીડિયામાં સામે આવેલાં આ ફોટોમાં ઘરની અંદરની ડિઝાઈન જોઈ શકાય છે.

પ્રિયંકા અને નિકના આ લક્ઝૂરિયસ ઘરમાં મૂવી થિએટર, બાર, ઇનડોર બાસ્કેટબોલ કોર્ટ, મોટો સ્વિમિંગ પુલ અને મિરર વોલ્સ સાથે જીમ પણ છે. અહીંથી માઉન્ટેન વ્યૂ પણ દેખાય છે. પ્રિયંકા અને નિક ઘણીવાર આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

પ્રિયંકા અને નિકના 20 હજાર વર્ગ ફૂટમાં બનેલાં આ ઘરની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. ઘરની અંદરનો જે ફોટો સામે આવ્યો છે તેને જોયા પછી તમારી આંખો પહોળી થઈ જશે.

આ ઘરમાં દરેક પ્રકારની સુવિધા છે. આ સાથે જ ઘરમાં ઇન્ટેરિયર પર પણ ખૂબ જ ફોક્સ કરવામાં આવ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page