Only Gujarat

Sports

હીરોઈનને પણ ટક્કર આપે છે KKRના સ્ટાર ક્રિકેટરની આ પત્ની, જાણો હાલ શું કરે છે?

મુંબઈઃ IPL 2020 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. આ વખતે સીઝનમાં ગ્લેમર ઓછું જોવા મળી શકે છે કેમ કે, આ વખતે પ્લેયર્સને સપોર્ટ કરવા માટે તેમની પત્ની આવશે નહીં. ખિલાડીઓની સુંદર પત્નીની વાત થઈ રહી છે ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સના ખિલાડી નીતીશ રાણાની વાઇફને કેવી રીતે ભૂલી શકીએ. નીતીશની વાઇફ સાચી મારવાહ આમ તો ઇન્ટેરિયર ડિઝાઈનર છે પણ સુંદરતામાં તે કોઈ હીરોઈનથી ઓછી નથી. અમે તમને જણાવીએ નીતીશ અને સાચી વિશે.

કોલોકાતા નાઇટરાઇડર્સના ઑલરાઉન્ડર ખિલાડી નીતીશ રાણાએ ગયાં વર્ષે તેમની ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે લગ્ન કર્યાં છે. સાચી ઇન્ટેરિયર આર્કિટેક્ટ છે. તે ખુદના નામથી એક ડિઝાઇન સ્ટૂડિયો ચલાવે છે.

દિલ્હીની રહેવાસી સાચી તહે છે કે, ‘મને પાર્ટી કરવી અને લોકો સાથે મિત્રતા કરવી પસંદ છે.’ તો રાણા ખૂબ જ શર્મીલો છોકરો છે.

IPL મેચ દરમિયાન સાચીને નીતીશ અને તેમની ટીમને ચિયર કરતાં જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘વેલવેટ ડૉટ કોક’ના નામથી છે. જેના લગભગ 13 હજારથી વધુ ફોલોઅર્સ છે.

સાચીની સુંદરતાના વખાણ તેમના ફેન્સ કરી રહ્યાં છે અને એક પોસ્ટને હજારો લાઇક મળે છે. આ ફોટોમાં તે કોઈ બોલિવૂડ એક્ટ્રસથી ઓછી નથી લાગી રહી.

સાચી અને નીતીશની જોડી ખૂબ જ સુંદર લાગે છે. તેમની પત્ની કહે છે કે, ‘અમારા ફ્રેન્ડ અમને ટૉમ એન્ડ જેરી કહે છે કેમ કે, હું અને રાણા ઘણીવાર એકબીજા સાથે ઝઘડતાં રહીએ છીએ.’

સાચી મરવાહે કહ્યું કે, ‘બેડરૂમમાં પણ અમારી વચ્ચે ઝઘડા થતાં રહે છે અને ઘણીવાર તો નાના તકિયાથી અમે ઝઘડીએ છીએ.’ જોકે તેમના આ ક્યૂટ ઝઘડા લોકોને ખૂબ જ પસંદ આવે છે.

ઉલ્લેખનીય છે કે, નીતીશ રાણી દિલ્હીમાં ઘરેલુ ક્રિકેટ રમે છે. IPLમાં KKRના પ્લેયર છે. નીતીશ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે IPL 2018માં બેંગ્લોર વિરુદ્ધ તેણે બે બોલ પર સતત એહબી ડીવિલિયર્સ અને વિરાટ કોહલીને આઉટ કર્યાં હતાં. વિરાટની વિકેટ લીધા પછી રાણા જોશમાં હોશ ગુમાવી ચૂક્યો હતો અને ભારતીય કેપ્ટનને અપશબ્દ કહ્યાં હતાં. જોકે, પછીથી વિરાટની માફી પણ માગી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page