Only Gujarat

Sports

અભિનેત્રી સારા અલી ખાન પૂર્વ CMના પૌત્રને કરતી હતી ડેટ પણ એક દિવસ…..

મુંબઈઃ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બૉલિવૂડની યંગ બ્રિગેડમાં સૌથી પ્રોમિસિંગ એક્ટ્રસ માનવામાં આવે છે. 25 વર્ષની સારાએ વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. સારા અલી ખાન અત્યારે તેમની પર્સનલ લાઇફને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે.

સુશાંત સિંહ રાજપુત સાથે તેમનો સ્મોકિંગ કરતો જૂનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે, બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં. એવામાં સારા અલી ખાનની લવ લાઇફ પર એક નજર કરીએ.

સારા-વીર પહરિયા
સારા અલી ખાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહરિયાને ડેટ કરી ચૂકી છે. વર્ષ 2018માં એક ઇન્ટરવ્યૂમાં સારા અલી ખાને તેમના આ સંબંધ અંગે સ્પષ્ટ વાત કરી છે. સારાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘વીર એકમાત્ર એવો છોકરો છો જેને મેં ડેટ કર્યો છે. આ ઉપરાંત મારી જિંદગીમાં કોઈ બૉયફ્રેન્ડ રહ્યો નથી.’

સારા અને વીર હવે સાથે નથી, પણ સારાનું કહેવું છે કે, તેમનું દિલ વીરે તોડ્યું નથી. સારએ એમ પણ કહ્યું કે, ‘ તેમને મારું દિલ તોડ્યું નથી. મારું દિલ તૂટ્યું નથી. બધુ બરાબર છે.’

જૂન 2016માં સારા અલી ખાન અને વીર પહરિયાનો સંબંધ ખૂબ જ ચર્ચામાં હતા. જોકે, મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના સ્ક્રિનિંગ દરમિયાન સારાની આંગળીમાં વીંટી દેખાઈ હતી. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમણે વીર સાથે સગાઈ કરી લીધી છે. જોકે, પછી આ વાત અફવા સાબિત થઈ હતી. આ પહેલાં મે 2016માં તેમના લિન્કઅપના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં હતાં. બંનેનો એક ફોટો પણ ખૂબ જ વાઇરલ થયો હતો. જેમાં તે એકબીજાને કિસ કરતાં હતાં.

જૂન 2016માં સારા અલી ખાન અને વીર પહરિયાનો સંબંધ ખૂબ જ ચર્ચામાં હતા. જોકે, મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના સ્ક્રિનિંગ દરમિયાન સારાની આંગળીમાં વીંટી દેખાઈ હતી. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેમણે વીર સાથે સગાઈ કરી લીધી છે. જોકે, પછી આ વાત અફવા સાબિત થઈ હતી. આ પહેલાં મે 2016માં તેમના લિન્કઅપના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં હતાં. બંનેનો એક ફોટો પણ ખૂબ જ વાઇરલ થયો હતો. જેમાં તે એકબીજાને કિસ કરતાં હતાં.

સારા-શુસાંત
ફિલ્મમાં એન્ટ્રી પહેલાં સારાને તેમની સાવકી મા કરીના કપૂર ખાને સલાહ આપી હતી કે, ‘તારા પહેલાં હીરોને ક્યારે ડેટ કરતી નહીં.’, પણ સારાએ કદાચ આ વાતનો અમલ કર્યો નહીં અને તે તેમની ફિલ્મ ‘કેદારનાથ’ના કો-સ્ટાર સુશાંત સિંહ રાજપુતને ડેટ કરી રહી હતી. સારાએ સુશાંત સાથે ક્યારેય તેના સંબંધ એક્સેપ્ટ કર્યાં નથી, પણ ફિલ્મનાં મેકિંગ દરમિયાન બંનેના ડેટિંગના સમાચાર સામે આવતાં હતાં.

સુશાંતના મોત પછી તેમના ફાર્મહાઉસના કેર ટેકર રઈસે ખુલાસો કર્યો હતો કે, વર્ષ 2018માં સારા સુશાંતના ફાર્મહાઉસ પર રેગ્યુલર જતી હતી. બકૌલ રઈસે વધુમાં કહ્યું કે, ‘સારાએ વર્ષ 2018માં સુશાંત સર સાથે ફાર્મહાઉસ પર આવવાનું શરૂ કર્યું હતું. તે જ્યારે પણ આવતી, ત્રણ ચાર દિવસ રોકાતી હતી. બંને થાઇલેન્ડ ટ્રિપ પર પણ ગયાં હતાં. સુશાંત 21 જાન્યુઆરી 2019માં તેમના જન્મદિવસે સારાને પ્રપોઝ કરવાના હતાં, પણ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.’

સારા-કાર્તિક આર્યન
સારાને કાર્તિક આર્યન પર ક્રશ છે અને તે વાત તેમણે ‘કફી વિથ કરણ’માં તેમના પિતા સૈફ અલી ખાન સામે કહી હતી. સારા અલી ખાને કાર્તિકને ડેટ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

એવામાં જ્યારે બંનેને ફિલ્મ ‘લવ આજકલ 2’માં સાથે કામ કરવાની તક મળી ત્યારે તેમના અફેરની ચર્ચા વધુ થઈ હતી. જોકે, ફિલ્મ રિલીઝ પછી બંનેના અફેરના સમાચારો પણ અફવા હતી. સમાચાર એવા આવ્યા હતા કે, ‘કાર્તિકે સારાને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો પણ કરી દીધી હતી.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page