Only Gujarat

FEATURED Sports

ગુજરાતના આંગણે આવેલો છે હાર્દિક પંડ્યાનો ફ્લેટ, જુઓ અંદરની ખાસ તસવીરો

IPL 2015થી પોતાના કરિયરની શરૂઆત કરનારા હાર્દિક પંડ્યા માત્ર 5 વર્ષમાં જ સફળતાની ટોચે પહોંચી ગયા છે. વડોદરાથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનારા હાર્દિક પંડ્યાએ આઇપીએલથી સ્ટારડમ મેળવ્યો. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તેઓ ખુબ ધમાલ કરી રહ્યાં છે. હાર્દિકની સાથે તેમના ભાઇ કૃણાલ પંડ્યા પણ આઇપીએલના સ્ટાર પ્લેયર છે પરંતુશું તમે જાણો છો કે પોતાના લગ્ન પહેલા હાર્દિક અને તેમના ભાઇ કૃણાલ પંડ્યા એક સાથે એક ઘરમાં રહેતા હતા અને ખુબ જ સાધારણ જીવન જીવતા હતા. ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં મેચ જીત્યા બાદ બંને ભાઇઓએ મુંબઇના વર્સોવામાં એક 2 BHKનો ફ્લેટ ખરીદ્યો હતો. હાર્દિકના પિતા હિમાન્શુ પંડ્યાએ જણાવ્યું કે તેઓ ખુબ ખુશ છે કે તેમના પુત્રોએ મુંબઇમાં પોતાનું ઘર ખરીદ્યું છે. મુંબઇમાં આ હાર્દિક પંડ્યાનું પ્રથમ ઘર હતું.

ક્રિકેટની દુનિયામાં નામ કમાયા પહેલા હાર્દિક પોતાના માતા-પિતા સાથે આ ઘરમાં રહેતા હતા. આ ફ્લેટ તેમની માતા નલીની પંડ્યાના નામથી રજિસ્ટર્ડ છે.

ત્યારબાદ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ મુંબઇમાં બે બેડરૂમનો ફ્લેટ લીધો હતો. બંનેના પિતા હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે ત્યાં રહેવાનો કોઇ પ્લાન ન હતો પરંતુ જ્યારે પણ તેઓ વડોદરાથી મુંબઇ જાય છે ત્યારે આ ફ્લેટમાં જ રહે છે.

આ છે હાર્દિક પંડ્યાનું રસોડું જ્યાં એક સમયે બંને ભાઇ એ સાથે મળી ખાવાનું બનાવતા હતા. જો કે હવે સ્ટ્રગલના સમયથી દૂર હાર્દિક એક લક્ઝુરિયસ લાઇફ જીવે છે.

ફ્લેટને તેમના પિતાએ પોતાની દેખ-રેખમાં બનાવડાવ્યો હતો. ઇન્ટીરિયરથી લઇને બધુ એક સામાન્ય વ્યક્તિના જીવનને દર્શાવે છે.

મિત્રો અને પરિવારની સાથે ગપશપ મારવા માટે આ હાર્દિકનો લિવિંગ રૂમ છે જ્યાં ચાની સાથે ટીવી પર મેચનો આનંદ ઉઠાવતા હતા.

હાર્દિક પંડ્યા ભગવાનમાં ખુબ જ આસ્થા રાખે છે. જેમ દરેક સામાન્ય વ્યક્તિના ઘરમાં પુજા કરવા માટે ખાસ સ્થાન હોય છે તેમ હાર્દિક પટેલના ઘરમાં પણ એક નાનું મંદિર હતું.

એકદમ સામાન્ય વ્યક્તિની જેમ જ હાર્દિક પંડ્યા આવા બેડરૂમમાં રહેતા હતા. જેને જોઇને તમને તમારા બેડરૂમની યાદ આવી જશે. જો કે હવે લગ્ન બાદ હાર્દિક અહીં રહેતો નથી.

એક બીજા બેડરૂમમાં હાર્દિકના ભાઇ કૃણાલ રહેતા હતા. ખુબ જ સામાન્ય ડેકોરેશનવાળા આ ઘરને જોઇને કોઇ કહી શકે નહીં કે અહીં સ્ટાર્સ રહેતા હતા.

હાલમાં જ હાર્દિક અને નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો છે. બંને હવે પોતાના પુત્ર સાથે બીજા ઘરમાં શિફ્ટ થઇ ગયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page