Only Gujarat

FEATURED Sports

વિરાટ કોહલી બનશે પાપા, પત્ની અનુષ્કા શર્માએ આ રીતે બતાવ્યો બેબી બમ્પ!

મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં પિતા બનવાનો છે. કોહલીએ ગુરુવારે (27 ઓગસ્ટ) સવારે ટ્વિટ કરી આ માહિતી ફેન્સ સાથે શેર કરી હતી. કોહલી હાલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની ટીમ સાથે યુએઈમં છે. તેમનો 6 દિવસનો ક્વૉરન્ટીન પિરિયડ પણ ગુરુવારે પૂર્ણ થયો.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017ના ઈટાલીમાં ભવ્ય રિસોર્ટ ટસ્કનીમાં થયા હતા. વિરાટે ટ્વિટમાં લખ્યું કે,‘જાન્યુઆરી 2021માં અમે બે માંથી ત્રણ થઈ જઈશું.’ હાલમાં અનુષ્કાને પાંચમો મહિનો જઈ રહ્યો છે. આ સાથે તેણે લવ અને નમસ્તેવાળી ઈમોજી પણ શેર કરી હતી. ગત વર્ષે તેમણે પોતાની બીજી વેડિંગ એનિવર્સરી પર પોતાના લગ્નની તસવીર શેર કરતા મનની વાત લખી હતી. વિરુષ્કાના પ્રેમને તે તસવીરોમાં અલગ રીતે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આરસીબીએ પણ ટ્વિટ કરી કેપ્ટન વિરાટ કોહલીને પિતા બનવા માટે શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત બીસીસીઆઈ અને શિખર ધવન, આલિયા ભટ્ટ, કાજલ અગ્રવાલ, તાપસી પન્નુ, વરુણ ધવન, પૂજા હેગડે, પરિણીતી ચોપરા, ક્રિકેટર કે એલ રાહુલ, કિઆરા અડવાણી સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.

પ્રેમ કરવો એટલો ભગવાનનો ચેહરો જોવોઃ તે સમયે અનુષ્કાએ વેડિંગની તસવીર શેર કરતા લખ્યું હતું કે,‘કોઈ બીજી વ્યક્તિને પ્રેમ કરવો ભગવાનનો ચેહરો જોવા સમાન છે.- વિક્ટર હ્યૂગો. પ્રેમની વાત માત્ર એક લાગણી નથી, આ તેના કરતા વધુ છે. તે એક માર્ગદર્શક, એક પ્રેરક અને પૂર્ણ સત્યનો માર્ગ છે અને હું આ માટે આભારી છું. ખરા અર્થમાં જેણે આ મેળવ્યું.’

જ્યારે વિરાટે પણ અનુષ્કાની તસવીર શેર કરતા લખ્યું હતું કે,‘ખરેખર માત્ર પ્રેમ બીજુ કંઈજ નહીં. જ્યારે ઈશ્વર તે વ્યક્તિને આશીર્વાદ તરીકે આપે છે જે તમને રોજ ખાસ અનુભવ કરાવે છે, ત્યારે તમારી પાસે માત્ર એક લાગણી હોય છે, આભાર.’

You cannot copy content of this page