Only Gujarat

FEATURED National

હવે, પેટ્રોલ તથા ડિઝલની જરૂર નહીં પડે, માત્ર હવાથી ચાલશે આ બાઈક

લખનઉઃ દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવે આપણું બજેટ ખોરવી દીધું છે ત્યારે હવાથી ચાલતી બાઇક આજ કાલ બહુ ચર્ચામાં છે. માત્ર હવાથી ચાલતી આ બાઇકની તસવીરો આજ કાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ બાઇક હવાના દબાણથી ચાલે છે. આટલું જ નહીં દાવો એવો પણ છે કે, આ બાઇકમાં હવા ભરીને તેનાથી 45 કિલોમીટરની સફર કરી શકાય છે. હવામાં ચાલતી આ બાઇકને સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાયન્સના મહાનિર્દેશક ટેકનોલોજીના પોફેસર ભરતરાજ સિંહે તૈયારી કરી છે. પ્રોફેસર ભરતરાજ સિંહ લખનઉના રહેવાસી છે.

પ્રોફેસર ભરતરાજ સિંહે જણાવ્યું કે, ‘આ બાઇકમાં લાગેલા સિલિન્ડરમાં હવા ભરવામાં આવે છે. બાઇકના સિલિન્ડરમાં નોર્મલ હવા જ ભરવામાં આવે છે. આ બાઇકમાં હવા ભરવાનો ખર્ચ માત્ર પાંચ રૂપિયા જ આવે છે. માત્ર પાંચ રૂપિયાની હવાથી આ બાઇક 45 કિલોમીટરનું અંતર કાપે છે. તેની સ્પીડ 70-80 કિમી પ્રતિ કલાક છે’

બાઇકમાં નોર્મલ જ હવા ભરવામાં આવે છે. આ બાઇકની સ્પીડ 70-80 કિલોમીટર છે. આ બાઇક હવાના પ્રેશરથી જ ચાલે છે. લોકો આ બાઇકને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.


ટ્વીટ કરી આપી જાણકારીઃ આ બાઇક હવાના દબાણથી ચાલે છે.નોર્મલ હવા તેના સિલિન્ડરમાં ભરવામાં આવે છે. એક વખત હવા ભરવાનો ખર્ચ માત્ર 5 રૂપિયા છે. એક વખત પાંચ રૂપિયાની હવા ભર્યા બાદ તે 45 કિલોમીટરનું અંતર કાપે છે. તેની સ્પીડ 70થી 80 કિમી છે.

પ્રોફેસર ભરતરાજ સિંહે જણાવ્યું હતું, 2008માં મેં આ બાઇકને પેટન્ટ થવા માટે મોકલી હતી. તેને પેટન્ટ થયાને દસ વર્ષ થઇ ગયા. હવે આ બાઇકને મેક ઇન ઇન્ડિયા મિશન હેઠળ આગળ વધારવામાં આવશે. અમેરિકાએ 22 જૂન 2010માં 192 દેશોની સામે જુદા જુદા માધ્યમથી આ ઇનોવેશનને ફ્લેશ કર્યું હતું.

You cannot copy content of this page