Only Gujarat

National

પોલીસને જોતાં જ દારૂના વેપારીએ પત્નીની નાઇટી તો પહેરી પણ….

સમસ્તીપુરમાં દારૂના ધંધાર્થીની ધરપકડ કરવા માટે પોલીસ તેના ઘરે પહોંચી. પોલીસ ઘરે દરોડા પાડવા આવવાની છે એ વાતની જાણ થતાં જ તે પત્નીની નાઈટી પહેરીને બાથરૂમમાં સંતાઈ ગયો હતો. પછી શું? પોલીસને તેની આ ચાલાકીનો અંદાજ આવી ગયો અને બાથરૂમમાં ઘૂસીને તેને બહાર કાઢ્યો. પહેલા તેણે તેની નાઇટી ઉતારી અને પછી તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા.


આ મામલો વિભૂતિપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કલ્યાણપુર ઉત્તર પંચાયતનો છે. પોલીસને બાતમી મળી હતી કે, આ વિસ્તારમાં એક મકાનમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે. આ અંગે પાકી માહિતી મળતાં જ પોલીસ રેડ કરવા માટે પહોંચી હતી. પોલીસ ઘરે ત્રાટકવાની છે એ માહિતી મળતાં જ યુવક પત્નીની નાઈટી પહેરીને બાથરૂમમાં જઈને બાથરૂમમાં છુપાઈ ગયો હતો.


પોલીસે ઘરમાંથી 15 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો છે. એક આરોપી અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. પોલીસે એકની ધરપકડ કરી છે. પકડાયેલા વેપારીની ઓળખ કલ્યાણપુર ઉત્તર પંચાયતના વોર્ડ 8માં રહેતા શંકર સાહાના પુત્ર અમરજીતકુમાર સાહ તરીકે થઈ હતી.


એસએચઓ ચંદ્રકાંત ગૌરીએ જણાવ્યું હતું કે, નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે પોલીસે વેપારીના ઘરે દરોડો પાડી 15.840 લીટર વિદેશી દારૂ સાથે નાઈટી પહેરેલા વેપારી અમરજીતકુમાર સાહાની ધરપકડ કરી હતી.

You cannot copy content of this page