Only Gujarat

National

તાંત્રિકો મનોકામના પૂર્ણ કરવાના દાવા સાથે આ રીતે ઘુવડના નામે ચલાવે છે ખુલ્લી લૂંટ

બિહારના બગહામાં મનોકામના પૂર્ણ કરવા માટે ઘુવડના નામ પર તાંત્રિક લોકોને લૂંટી રહ્યા છે. ક્યારેક 3ની જગ્યાએ છ નખવાળા ઘુવડ બતાવે છે. તો ક્યારેક ઘુવડના પગ બલ્બથી સળગાવે છે અને તેને પાવરફૂલ કહીને વેચે છે. પૈસાદાર લોકો આ તાંત્રિકોના નિશાના પર છે. તેઓ તેમની જાળમાં સરળતાથી ફસાઈ જાય છે.


આ તાંત્રિકોને કારણે ઘુવડની તસ્કરીના કિસ્સા વધ્યા છે. તેઓ વીડિયોની મદદથી લોકોને ઠગે છે. કોઈ વીડિયોમાં ઘુવડના ત્રણને બદલે છ નખ દેખાય છે. કોઈ વીડિયોમાં 2 કિલોથી વધુનું માપ બતાવવામાં આવે છે. આ અંગે ઇન્ડિયાના સ્ટેડ હેડ કમલેશ કુમારે કહ્યું હતું કે આ પ્રકારના વીડિયો WWF ભ્રામિક હોય છે.


કેવી રીતે લોકોને ટાર્ગેટ કરેઃ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ફીલ્ડ અધિકારી પાવલે ઘોસે કહ્યું હતું કે ઘુવડની ચોરી કરવા માટે આ પ્રકારના વીડિયો બનાવવામાં આવે છે. આ વીડિયો મેજિક પર હોય છે.


3ને બદલે છ નખ બતાવવા માટે પ્લાસ્ટિકના નખનો ઉપયોગ કરવામાં આવે છે. ઘુવડનું વજન વધારવા માટે પાણીથી નવડાવીને ન્યૂઝપેપરની મદદ લેવામાં આવે છે. ચાર્જિંગ બલ્બ ઓન કરીને વીડિયોમાં એમ કહેવામાં આવે છે કે ઘુવડ પાવરફૂલ છે અને બલ્બ તેને કારણે ચાલુ છે.


દીવાળી ને બ્લેક મેજિક માટે ઘુવડની તસ્કરી થાય છેઃ મળતી માહિતી પ્રમાણે, દિવાળીના સમયમાં ઘુવડને ઘરમાં રાખીને પૂજા કરવામાં આવે છે. બ્લેક મેજિકમાં પણ ઘુવડનો પ્રયોગ થાય છે. કાળા જાદુમાં ઘુવડની આંખ, ચાંચ, પગના નખ, લોહી, પાંખો વેચી નાખતા હોય છે.

You cannot copy content of this page