Only Gujarat

FEATURED National

સાળી-સાસુની ઘાતકી હત્યા કરી શંકાશીલ પતિએ પાર્થિવ દેહ સાથે માણ્યું સેક્સ

એક સનકી પતિએ પોતાની સાળી અને સાસુની હત્યા કરી તેના શબ સાથે દુષ્કર્મ કર્યું. તેણે પોતાની પત્નીની પણ હત્યા કરી નાખી. તેણે ત્રણ શબ અલગ-અલગ જગ્યાએ ફેંક્યા, જે સતત લોકોની નજરમાં આવ્યા. આ સનસનીખેજ મામલે હરિયાણાના પાણીપત જિલ્લાનો છે.

પાણીપત પોલીસે ટ્રિપલ મર્ડરના આરોપીની ધરપકડ કરી છે. જેણે પોતાની સાસુ, સાળી અને પત્નીની હત્યા કરી નાખી. હત્યારા નૂરહસને ઓળખ છુપાવવા માટે શબને બાળીને ફેંકી દીધા હતા.

પાણીપતના ઉપ મંડળ સમાલખામાં સતત 3 દિવસ રોજ મહિલાઓની લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો. 7 સપ્ટેમ્બરે પહેલું શબ સ્મશાન ઘાટ નાળાની અંદરથી મળ્યું. 8 સપ્ટેમ્બરે બળેલું શબ રેલવે ટ્રેક ચુલકાનાના પુલ નીચેથી મળ્યું. 9 સપ્ટેમ્બરે ત્રીજું શબ બૂડ શામ નહેરના કિનારે બળતું મળ્યું. સતત સમાલખામાં શબ મળવાથી ભયનો માહોલ હતો.

આરોપી નૂરહસન સમાલખામાં ભાડાના મકાનમાં રહેતો હતો. મૂળ રૂપે તે પટ્ટી કલ્યાણનો રહેવાસી છે. પહેલા આરોપીએ પોતાની સાળી મનીષ, પછી પત્ની મધુ અને બાદમાં સાસુ શર્મિલાની હત્યા કરી નાખી. સાળી અને સાસુને માર્યા બાદ તેની સાથે દુષ્કર્મ પણ કર્યું.

પાણીપતના ડીએસપી સતીશ કુમાર વત્સે જાણકારી આપતા કહ્યું કે, આરોપી પતિને પોલીસે પકડી લીધો છે અને 28 સપ્ટેમ્બર સુધી રિમાંડ પર લીધો છે.

ડીએસપી સતીશ વત્સે જણાવ્યું કે, 7, 8 અને 9 સપ્ટેમ્બરે સમાલખાની અલગ-અલગ જગ્યાએ 3 મહિલાઓના શબ મળ્યા હતા. જેમાંથી બે અર્ધનગ્ન હાલતમાં હતા. કોઈના પર ચાકૂથી પ્રહાર કરવામાં આવ્યા તો કોઈનું ગળું દબાવવામાં આવ્યું. રફેદફે કરવાની નિયતથી એકને નાળામાં નાખવામાં આવ્યું, એકના ચહેરા પર આગ લગાવી દીધી. રેલવે લાઈનના કિનારે બળેલી યુવતીનું માત્ર હાજપિંજર મળ્યું હતું.

પોલીસે ઓળખ કરીને તપાસ શરૂ કરી તો ઘટના સામે આવી. સીઆઈએ વન પોલીસ ટીમના હાથે મોટી સફળતા લાગી. સમાલખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ટ્રિપલ મર્ડરની ઘટનાના પર્દાફાશ કરતા આરોપીને પકડી લીધો.

આરોપીએ પત્ની, સાળી અને સાસુની હત્યા કરીને શબને અલગ-અલગ જગ્યા પર ફેંક્યા હતા. પોલીસે શબ મળ્યા બાદ તપાસ શરૂ કરી તો કડીઓ જોડાતી ગઈ. સીઆઈએ વન ટીમે પત્ની, સાળી અને સાસુની હત્યા કરવાના આરોપી નૂરહસનને અદાલતમાં રજૂ કરી 28 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર લીધો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page