Only Gujarat

FEATURED National

ફેસબુક પર નાનાને થઈ ગયો પ્રેમ, પણ પ્રેમિકાને પામવા કર્યું કંઈક એવું કોઈને પણ લાગે નવાઈ

યૂપીની પ્રયાગરાજ પોલીસે અપહરણના એક સનસનીખેજ મામલાનો ખુલાસો કર્યો છે. કરેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે દિવસ પહેલા એક બાળકનું અપહરણ થયું અને અપહરણનો આરોપ બાળકના નાના પર લાગ્યો. આરોપ છે કે બાળકના નાનાએ પોતાની ફેસબુક પ્રેમિકાને પામવા માટે 15 મહિનાના દોહિત્રનું અપહરણ કર્યું. બે દિવસ પહેલા પંદર મહિનાના માસૂમ બાળકનું અપહરણ કરેલી વિસ્તારમાંથી થયું હતું. પોલીસ અને ક્રાઈમ બ્રાંચે બાળકને હેમખેમ પાછું મેળવ્યું છે અને આરોપી નાના તેમજ તેના સાથીની ધરપકડ કરી છે.

સંબંધોને કલંકિત કરતી આ ઘટના પ્રયાગરાજની છે. જ્યાં નાનાએ ફેસબુક પ્રેમિકાને પામવા માટે પોતાના જ દોહિત્રનું અપહરણ કર્યું અને બાળકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

આરોપી નાના નન્હે સાઊદી અરબમાં રહેતો હતો અને ફેસબુક પર તેની મિત્રતા કરેલીની એક છોકરી સાથે થઈ ગઈ, નન્હેના લગ્ન થયેલા જ હતા પરંતુ તેણે પોતાની ફેસબુક ફ્રેન્ડને લગ્ન માટે તૈયાર કરી લીધી. આ વચ્ચે તે સાઊદી અરબથી ભારત આવ્યો અને પોતાના ભાણેજ સલમાનને છોકરી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને મોકલ્યો. પરતુ નન્હેની ફેસબુક ફ્રેન્ડ અને તેના ભાણેજ સલમાનની મિત્રતા થઈ ગઈ.

જે બાદ નન્હેથી તેની ફેસબુક ફ્રેન્ડ દૂર થતી ગઈ. જેનાથી નારાજ થઈને નન્હેએ પોતાના ભાણેજ સલમાન સાથે બદલો લેવા માટે 15 મહિનાના દીકરા જિયાનનું 22 સપ્ટેમ્બર અપહરણ કરી લીધું અને સલમાનને ફોન કરી પોતાની ફેસબુક ફ્રેન્ડ પાછી આપવાની માંગ કરવા લાગ્યો.

બાળકના અપહરણની જાણ જ્યારે તેના પિતા મંસૂર અલીને થઈ તો તેણે પોલીસમાં બાળકના અપહરણની ફરિયાદ દાખલ કરાવી. જે બાદ પોલીસે સર્વેલન્સ અને ક્રાઈમ બ્રાંચની મદદથી બાળકને સકુશળ શોધી લીધો. પોલીસે મુખ્ય અપહરણકર્તા નન્હે અને તેના સાથી દિલદારની પણ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને જેલ મોકલવાની તૈયારી કરી લીધી છે. આરોપી નાના હવે શરમાઈને માફી માંગી રહ્યો છે.

એસએસપી સર્વશ્રેષ્ઠ ત્રિપાઠીના જણાવ્યા પ્રમાણે, અપહરણ કરનાર બાળકનો નાના જ નિકળો. આરોપી નાના પોતાના ભાણેજ સલમાન સાથે બદલો લેવા માંગતો હતો. અને એટલા માટે તેણે બાળકનું અપહરણ કર્યું. આરોપી નન્હેએ પોતાના ભાણેજને કહ્યું કે હું એક છોકરીને પસંદ કરું છું, તું તેને મળ અને વાત કર.

આ ક્રમમાં સલમાનની તે છોકરી સાથે મિત્રતા થઈ ગઈ. છોકરી અને સલમાન એકસાથે રહેવા લાગ્યા હતા. આ વાતની ખબર પડી ત્યારે નન્હેએ લાગ્યું કે તે છેતરાઈ ગયો. તેણે બાળકનું અપહરણ કરી લીધું અને ધમકી આપી કે જો સલમાને તેની પ્રેમિકાને ન છોડી તો તે બાળકની હત્યા કરી દેશે. પોલીસે આરોપીની ધરપકડ કરી બાળકને સકુશળ પાછું મેળવ્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page