Only Gujarat

National TOP STORIES

માના દૂધની તાકત તો જુઓ: 23 દિવસનાં માસૂમે ફક્ત 15 દિવસમાં જ કોરોનાને આપી મ્હાત

કહેવામાં આવે છે કે વિશ્વમાં કોઈ પણ શિશુ માટે તેના માતાના દૂધ કરતા વધારે ફાયદાકારક દવા અન્ય કોઈ નથી. આ વાત આગ્રામાં કોરોનાનો ભોગ બનેલા નવજાતે સાબિત કરી છે. કોરોના પોઝિટિવ મળી આવતા 23 દિવસના બાળકને આગ્રાની એસ.એન.મેડિકલ કોલેજમાં દાખલ કરાયો હતો. તેની સંભાળ રાખવા માટે તેની માતાને સુરક્ષા કિટ અને તમામ સાવચેતી રાખીને તેની સાથે રાખવામાં આવી હતી. પરંતુ 15 દિવસની અંદર, રાજ્યના સૌથી નાની ઉંમરનાં કોરોના પોઝિટિવ દર્દીએ કોવિડ 19 જેવા રોગચાળાને હરાવીને લડાઇમાં જીત મેળવી.

આગ્રાના તાજગંજ વિસ્તારમાં રહેતા મોહમ્મદ આરિફના 23 દિવસના પુત્ર મોહમ્મદ સાદને 20 માર્ચે કોરોનાની પુષ્ટિ થયા પછી એસ.એન.મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દી ડોકટરો માટે વિશેષ હતો કારણ કે તે સૌથી નાની ઉંમરનો કોરોના પોઝિટિવ દર્દી હતો. નિર્દોષની સંભાળ રાખવા માતા ઝૈનાબ બેગમને સાથે રાખવામાં આવી હતી. તે પી.પી.ઇ કીટ પહેરીને બાળક સાથે રહેતી હતી. કારણ કે તે નેગેટીવ હતી. હોસ્પિટલમાં દાખલ થયા પછી, સાદમાં લક્ષણો દેખાતા નહોતા, આવી સ્થિતિમાં ડોકટરો પણ ચિંતિત હતા કે આ નવજાતને શું સારવાર આપવી જોઈએ.

ડોકટરોએ માસૂમ કોરોના પોઝિટિવની માતા ઝૈનબ બેગમના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમને ફળો, લીલા શાકભાજી, સલાડ, દૂધ સહિત પૌષ્ટિક ખોરાક આપવામાં આવ્યો હતો. શિશુને પાંચથી સાત વખત સ્તનપાન કરાવ્યું હતું. પરિણામે, 23 દિવસના નિર્દોષ સાદના 14 દિવસમાં બે વાર રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

આ કોઈ દર્દીમાં અત્યારસુધીમાં સૌથી તેજ સુધારો છે. ડોક્ટર્સ પણ તેની માતાના દૂધ અને તેની મમતાનો ચમત્કાર ગણાવી રહ્યા છે. 23-દિવસીય માસૂમ દવા વગર કોરોના જેવા જીવલેણ રોગ સાથેની લડાઇમાં જીત્યો હતો. ફક્ત 15 દિવસમાં ચેપ મુક્ત થયો. હવે તેને રજા આપવામાં આવી છે.

માસૂમ કોરોના પોઝિટિવની માતા ઝૈનાબે જણાવ્યું કે, પરિવારમાં કાકાને કોરોના થયો હતો અને ત્યાર બાદ તપાસ કરવામાં આવી હતી. એમ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતાં પણ પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જૈનેબે કહ્યું કે, સાદને ચેપ લાગ્યો હતો. તે સમયે બધા જ લોકો ગભરાઈ ગયા હતા. ડોક્ટર-નર્સો તેની હાલત વિશે જાણવા આવતા હતા. ડોક્ટરોએ આપેલી સૂચના અનુસાર સાવધાનીપૂર્વક સ્તનપાન કરાવતી હતી.

કોવિડ હોસ્પિટલના એસ.એન.મેડિકલ કોલેજના સહ-પ્રભારી ડો અખિલ પ્રતાપસિંહના કહેવા પ્રમાણે, સાદ સૌથી નાની ઉંમરનો કોરોનાનો દર્દી હતો. તેની સંભાળ રાખવા માટે તેની માતાને સાથે રાખવી જરૂરી હતી. એટલા માટે PPE કિટની સાથે માતા પણ સાદ સાથે રહેતી હતી. તેની માતાને પૌષ્ટિક ખોરાક આપવામાં આવ્યો હતો અને શિશુને વધુને વધુ સ્તનપાન કરાવવાનું કહેવામાં આવ્યું હતું. બાળકમાં કોઈ લક્ષણો નહોતા, તેથી માતાનું દૂધ તેના માટે દવા બની ગયું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page