Only Gujarat

Bollywood FEATURED

‘ક્રાઈમ પેટ્રોલ’ ફેમ શફીક અંસારી પાસે નહોતા કેન્સરની સારવાર માટે પૈસા, 52 વર્ષની વયે નિધન

મુંબઈ: બોલિવૂડ જગતને એક પછી એક ઝાટકા લાગી રહ્યાં છે. અગાઉ ઈરફાન ખાન અને રિષી કપૂરનું કેન્સરના કારણે નિધન થયું. હવે વધુ એક એકટરે કેન્સરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. ટીવી અને અમુક ફિલ્મ્સમાં કામ કરનારા શફીક અંસારીનું નિધન થયું. તેઓ કેન્સરની સારવાર કરાવી રહ્યાં હતા. શફીક ટીવી શો ‘ક્રાઈમ પેટ્રોલ’માં લાંબા સમય સુધી જોડાયેલા હતા. તેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.

મુંબઈના મદનપુરા વિસ્તારમાં રહેતા શફીકને પેટનું કેન્સર હતું. ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી. શફીકની પત્ની ગૌહર અંસારીએ કહ્યું કે,‘શફીકની તબિયત કાલે આખો દિવસ સારી નહોતી, પરંતુ સાંજે 5.30 કલાકે અચાનક તબિયત લથડી અને તેમનું નિધન થયું.’ 52 વર્ષીય શફીક પત્ની, માતા અને 3 દીકરીઓ સાથે રહેતા હતા. છેલ્લા 2 વર્ષથી તેઓ કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યાં હતા. તેમને થોરેસિક કેન્સર હતું. અમુક મહિના અગાઉ ફેફસામાં પણ ઈન્ફેક્શન થયું. છેલ્લા અમુક સમયથી તેમને ઓક્સિજન પંપની મદદથી શ્વાસ લેવાની જરૂર પડતી હતી.

શફીકની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ કારણે એક્ટરના નામે તેમના મિત્રોએ એક ફેસબુક પેજ બનાવ્યું હતું, જ્યાં તેમણે શફીકની કેન્સરની સારવાર કરાવી શકાય તે માટે આર્થિક મદદ માગી હતી. સૂત્રો અનુસાર, કેન્સર પીડિત હોવાના કારણે શફીકને લાંબા સમયથી કામ મળતું નહોતું, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ બગડી હતી. શફીક અંસારીએ લોકેને ડોનેશન થકી મદદ કરવા માટે અપીલ કરી હતી. ફંડ ભેગું કરી સારવાર કરાવી રહેલા શફીકનો જીવ બચાવી શકાયો નહીં. ટીવી શોઝ ઉપરાંત અંસારીએ અમુક ફિલ્મ્સમાં સાઈડ રોલ્સ પણ કર્યા હતા. તેમણે ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’માં પણ કામ કર્યું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page