Only Gujarat

Bollywood

આ ટીવી એક્ટ્રેસ લગ્ન વગર જ રહેતી હતી ભાવિ પતિ સાથે, મા-બાપે પણ ના કર્યો વિરોધ

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેએ પાંચ જાન્યુઆરીએ પરિવાર તથા નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નેહાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પતિ શાર્દુલને લઈ વાત કરી હતી.

નેહાના લગ્ન પહેલાં 2-3 અફેર્સ હતાં
નેહાએ કહ્યું હતું કે લગ્ન પહેલાં તે 2થી 3 રિલેશનશિપમાં રહી ચૂકી હતી. જોકે, આ રિલેશનશિપનો દુઃખદ અંત આવ્યો હતો.

શાર્દુલના ત્રીજા લગ્ન
નેહાએ કહ્યું હતું કે તેના પતિ શાર્દુલના આ ત્રીજા લગ્ન છે. તેણે બે પત્નીઓને ડિવોર્સ આપ્યા હતાં અને બંને લગ્નથી એક-એક દીકરી છે. તેને લગ્ન પહેલાં જ આ બધી વાતો ખબર હતી. તેને આ સામે કોઈ જ વાંધો નહોતો. તેને લાગે છે કે શાર્દુલે તેની પહેલાં બે લગ્ન કર્યાં તો તેનાથી જીવન બદલાઈ તો ગયું નથી. શાર્દુલે બધું જ બેલેન્સ કર્યું છે.

લગ્ન પહેલાં લીવ-ઈનમાં રહેતા
નેહા તથા શાર્દુલે ગયા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. શાર્દુલ મરીન ડ્રાઈવ રહે છે અને નેહા અંધેરીમાં રહેતી હતી. સગાઈ બાદ શાર્દુલે નક્કી કર્યું કે નેહા વગર લગ્ને જ તેની સાથે રહેશે. નેહા પણ લીવ-ઈનમાં રહેવા તૈયાર થઈ ગઈ હતી.

મરાઠી દુલ્હન બની હતી નેહા
નેહાએ પૂનામાં લગ્ન કર્યાં હતાં. લગ્નમાં નેહાએ પેસ્ટલ પિંક રંગની નઉવારી સાડી પહેરી હતી. ટ્રેડિશનલ નોઝ રિંગ, અર્ધચંદ્રકાર ચાંદલો, ગ્રીન બેંગલ્સ તથા વેણી લગાવી હતી. દુલ્હન તરીકે નેહા ઘણી જ સુંદર લાગતી હતી.

LEAVE A RESPONSE

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page