Only Gujarat

FEATURED National

બીજા લગ્ન કરવા માટે પતિ બન્યો હેવાન, પત્ની પર ફેંકી દીધો ઝેરીલો સાપ અને પછી…

કોચીઃ કોચીમાં એક પતિ પોતાની પત્ની માટે હેવાન બની ગયો. આ નિર્દય પતિએ પોતાની પત્નીને એવું મૃત્યું આપ્યું કે જાણીને તમે પણ કાંપી ઉઠશો. કોલ્લમમાં 25 વર્ષની મહિલા ઉથરાના મૃત્યુની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી હતી. 6 મેની રાતે ઉથરાના મૃત્યુથી તેના માતા-પિતા ખુબ જ દુઃખી હતા. તો ક્રાઇમ બ્રાંચની ટીમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો.

ક્રાઇમ બ્રાંચની ટીમે ખુલાસો કર્યો કે ઉથરાના પતિ સૂરજે પોતાના એક મિત્ર સુરેશની સાથે મળી પોતાની પત્નીને સાપનો ડંખ અપાવીને ભયાનક મૃત્યુ આપ્યું. પોલીસે રવિવાર 24 તારીખે સૂરજ અને તેના મિત્ર સુરેશની ધરપકડ કરી છે. આ બંનેની ધરપકડ બાદ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થઇ ગયો.

પોલીસે જણાવ્યું કે સૂરજ પોતાની પત્નીથી ગમે તેમ કરી છૂટકારો મેળવવા માગતો હતો. સૂરજના કોઇ અન્ય મહિલા સાથે આડા સંબંધ હતા અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. આ માટે તેણે પોતાની પત્નીને મારવાનું ષડયંત્ર રચ્યું. પત્નીને મારવા માટે સૌથી પહેલા યૂટ્યુબ વીડિયો જોવાનું શરૂ કર્યું અને તેમાંથી શીખ્યો કે કોઇ સાપને કેવી રીતે પકડાય છે અને તેને કેવી રીતે કાબુમાં કરવામાં આવે છે. આ સિવાય તેણે પોતાના સાથી સુરેશની મદદ પણ લીધી કારણ કે સુરેશ એક મદારી હતો અને સાપ પકડવાના કામમાં માસ્ટર હતો. સુરેશે પણ સૂરજને સાપ અંગે ખાસ ટ્રેનિંગ આપી હતી.

કોલ્લામ પોલીસ અધિક્ષક હરિશંકરે મીડિયાને જણાવ્યું કે 6 મેના રોજ સૂરજે પોતાના મિત્ર પાસેથી ઝેરીલો સાપ ખરીદ્યો અને એક થેલામાં ભરી ઘરે લઇ આવ્યો. રાતના સમયે જ્યારે તેની પત્ની સૂતી હતી ત્યારે તેણે સાપ તેની પત્ની પર ફેંક્યો. સાપે બે વખત ઉથરાને ડંખ માર્યા. બાદમાં સૂરજે સાંપને એક કન્ટેનરમાં રાખવાના પ્રયાસ કર્યા પરંતુ સાપ તેની પકડમાં ના આવ્યો અને રૂમમાં છૂપાઇ ગયો. ડરનો માર્યો સૂરજ આખી રાત સૂઇ ના શક્યો.

 

પાડોશીઓએ જણાવ્યું કે જ્યારે તેમણે રૂમમાં અંદર જઇને જોયું તો રૂમમાં એસી ચાલું હતું અને ઘરના બારી બારણા બંધ હતા. એવામાં સાપ અંદર આવવાનો કોઇ સવાલ જ નહતો. શરૂઆતમાં ઉથરાના પતિ સૂરજે પોલીસને જણાવ્યું કે તેને ખબર નહોતી કે સાપે તેની પત્નીને ડંખ માર્યો છે. જો કે બાદમાં સૂરજે પોતાનો ગુનો કબૂલી લીધો.

ઘટનાના આગલા દિવસે સુરજ સવારે જ ઘરની બહાર જતો રહ્યો હતો અને ઘરમાં રહેતા તેમના પરિવારજનો ઉથરાનો મૃતદેહ જોઇ હેરાન રહી ગયા. બાદમાં રૂમની અંદર સાંપ પણ મળી આવ્યો. ઉથરાના પરિવારજનોને એ સમયે શંકા ગઇ કે આ બીજીવાર બન્યું કે ઉથરાને સાંપે ડંખ માર્યો હોય. આ પહેલા 2 માર્ચે પણ અદૂરમાં ઘરની અંદર જ ઉથરાને સાપે ડંખ માર્યો હતો. જોકે યોગ્ય સમયે સારવાર મળી જવાથી તે બચી ગઇ હતી.

પોલીસે જણાવ્યું કે સૂરજ અને સુરેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પથનમથિટ્ટા જિલ્લાના અદૂરના એક ખાનગી બેંક અધિકારી સૂરજ અને ઉથરાના લગ્ન 2 વર્ષ પહેલા થઇ હતી. સૂરજે લગ્નમાં ઉથરાના પરિવારજનોએ આપેલા મોટાભાગના દાગીના વેચી નાખ્યા હતા. તેની પત્નીને મારવા માટે કોબરા અને રસેલ વાઇપર જેવા ખુબ જ ઝેરીલા સાપ લાવી પોતાની પત્નીને કરડાવ્યા હતા.

You cannot copy content of this page