Only Gujarat

FEATURED National

સાસરીયાંએ આપ્યો એવો ત્રાસ કે બે સંતાનોની માતાએ કરી આત્મહત્યા પણ મરતા પહેલાં લખ્યું એવું લખાણ કે…

રતલામ, મધ્ય પ્રદેશઃ દેશમાં આજે પણ હજારો મહિલાઓ સાસરી પક્ષના ત્રાસને લીધે આત્મહત્યા કરતી હોય છે. આવી જ એક દુ:ખદ ઘટના મધ્ય પ્રદેશના રતલામમાં બની હતી. જ્યાં એક 27 વર્ષીય મહિલાએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી. પરંતુ મરતા પહેલા મહિલાએ પોતાના 2 બાળકોને નામે સુસાઈડ નોટ લખી હતી, જેને વાંચી તમામ લોકો ભાવુક થયા હતા.

અંતિમ સંસ્કાર અંગે થયો વિવાદઃ વાસ્તવમાં રેલવે કર્મીની પત્નીએ સાસરીના ત્રાસથી કંટાળી શુક્રવારે (17 જુલાઈ) આત્મહત્યા કરી હતી. બીજા દિવસે તે રૂમની બહાર ના આવી ત્યારે પરિવારજનોએ દરવાજો તોડી જોયું તે પંખા પર લટકી રહી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પરંતુ મૃતદેહના અંતિમ સંસ્કાર મુદ્દે પિયર અને સાસરીવાળા વચ્ચે વિવાદ થયો હતો. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો અને પિયરના લોકોને મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આપી દેવાયો.

બાળકો માટે લખી સુસાઈડ નોટઃ મરતા પહેલા મહિલાએ પોતાના 2 બાળકો કુશાલ અને હર્ષ માટે 4 લાઈનની ઈમોશનલ સુસાઈડ નોટ લખી હતી કે,‘જન્મ આપ્યા બાદ જેમની માતા મરી જાય છે તેવા બાળકો પણ જીવે છે. મારા બાળકો તમે પણ જીવશો.’

પિતાએ વ્યક્ત કરી દીકરીની પીડાઃ ભાવનાના લગ્ન 2013માં એન્જિનિયર ગણેશ અવાના સાથે થયા હતા. ભાવનાના 2 દીકરા કુશાલ (5) અને હર્ષ (3) છે. મૃતકાના પિતા મહેશ ડોઈએ જણાવ્યું કે, બધુ બરાબર ચાલી રહ્યું હતુ, પરંતુ 2 વર્ષ અગાઉ સાસરીવાળાએ દીકરી પાસેથી દહેજના પૈસા માગ્યા હતા. તેમણે પ્લૉટ માટે પિયરમાંથી પૈસા લાવવા કહ્યું હતું. જ્યારે ભાવનાએ ઈન્કાર કરી દીધો તો તેને શારીરિક ત્રાસ આપવા લાગ્યા અને બાળકોને પાસે રાખ્યાને તેને ઘરમાંથી કાઢી મુકી. જે પછી પોલીસના સમજાવવા પર સાસરીવાળા ભાવનાને લઈ ગયા. પરંતુ સતત વિવાદ થતો રહેતો. જોકે ભાવના પિયર સુધી વાત પહોંચવા દેતી નહોતી.

You cannot copy content of this page