Only Gujarat

FEATURED National

આ રાજકુમારીના પ્રેમમાં પડીને એક સમયે 13-13 યુવકોએ કરી હતી આત્મહત્યા

તેહરાનઃ આજના સમયમાં કોઈ યુવતીની સુંદરતા તેના ચહેરાની સુંદરતા અને બનાવટ તથા શારીરિક ફિગર પર નિર્ભર કરે છે. આમ તો એક લોકપ્રિય કહેવત છે કે- સુંદરતા તો જોનારની આંખોમાં વસેલી હોય છે. પરંતુ આજે દરેક સ્થળે સુંદરતાના અલગ જ માપદંડ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે 19મી સદીમાં મેદસ્વીતાને સુંદરતા તરીકે જોવામાં આવતું. તે સમયે ઈરાનની રાજકુમારીની સુંદરતાના કિસ્સાને આજે પણ યાદ કરવામાં આવે છે.

ઈરાનની રાજકુમારી તાજ અલ કઝર સુલ્તાનાએ સુંદરતાના તમામ માપદંડો તોડ્યા હતા. તેના ચહેરા પર મૂંછો હતી. આ ઉપરાંત તે ઘણું વજનદાર શરીર પણ ધરાવતી હતી. તમને જાણીને ભલે નવાઈ લાગે પરંતુ તેને ઘણી સુંદર માનવામાં આવતી હતી.

એક અહવેલા અનુસાર, તે સમયના મોટાભાગના યુવાનો રાજકુમારીની સુંદરતા પાછળ પાગલ હતા અને તેની સાથે લગ્ન કરવા માગતા હતા. જોકે રાજકુમારીન કઝરે તમામના પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. જેના કારણે 13 યુવાનોએ તો આત્મહત્યા કરી હતી.

જોકે આ પ્રસ્તાવો ઠુકરાવવા પાછળનું કારણ એ પણ હતું કે રાજકુમારીના લગ્ન પહેલાથી જ અમીર હુસૈન ખાન શોઝા એ સલ્તનત સાથે થયા હતા. લગ્ન બાદ તેમણે 2 દીકરા અને 2 દીકરીઓને જન્મ આપ્યો હતો. જોકે પછી રાજકુમારીએ છૂટાછેડા લઈ લીધા હતા.

એવો પણ દાવો કરાય છે કે રાજકુમારીના ઘણા અફેર રહ્યાં હતા. જેમાં 2 નામ તો ઘણા જાણીતા રહ્યાં છે. ગુલામ અલી ખાન અજીઝી અલ સુલ્તાન અને ઈરાની કવિ આરિફ કાજવિની. એવું પણ કહેવાય છે કે, રાજકુમારી તે સમયની મૉર્ડન સ્ત્રીઓમાંથી એક હતી. તે પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત હતી અને વેસ્ટર્ન કપડાં પહેરતી. રાજકુમારી કઝર હિજાબ ઉતારનારી તે સમયની પ્રથમ મહિલા મનાય છે.

You cannot copy content of this page