Only Gujarat

National TOP STORIES

લગ્નના 17 જ મહિનામાં થયું દીકરાનું થયું મોત, સાસુ-સસરાએ મા-બાપ બનીને પુત્રવધૂના કરાવ્યાં બીજા લગ્ન

નાગદા : સાસુ વહુની તકરાર અને ઝઘડાની વાતો સમાજમાં આપણે બહુ સાંભળીએ છીએ પરંતુ મધ્યપ્રદેશના નાગદામાં તેનાથી સાવ વિપરિત ઘટના બની. અહીં એક સાસુ ખરા અર્થમાં પુત્રવધૂની માતા બનીને મા તરીકેની ફરજ નિભાવી. દીકરીને સુખી સંસારની બ આપી. આ સાસુએ તેમની પુત્રવધુના દુ:ખને સમજ્યું. તેમના દીકરાના નિધન બાદ વિધવા વહુને દીકરી બનાવીને તેમનું કન્યાદાન કર્યું. સંપૂર્ણ રિત રીવાજ અને વિધિવિધાન સાથે પુત્રવધુને દીકરી બનાવીને પરણાવી અને સુખી સંસારના આશીર્વાદ સાથે વિદાય આપી.

આ અનોખા લગ્ન મઘ્યપ્રદેશના નાગદામાં થયા. આ લગ્નની હાલ ખૂબ ચર્ચા થઇ રહી છે. કોરોના કેર વચ્ચે મંગળવાર, 30 જૂનના રોજ આ અનોખા લગ્ન યોજાયા. વીજકંપનીના નિવૃત અધિકારી જી.એલ.ત્રિવેદીએ પુત્રવધુ શિવાનીના લગ્ન જાવરાના ડ઼ોક્ટર અવિશાન ત્રિવેદી સાથે કર્યાં.

જી.એલ.ત્રિવેદીનો દીકરો ઉપેન્દ્રના લગ્ન 7 જૂન 2017ના દિવસે શિવાની શર્મા સાથે થયા હતા. પરંતુ વિધાતાએ કદાચ આ મંજૂર ન હતું. લગ્નના માત્ર 17 મહિના બાદ જ ઉપેન્દ્રનું હાર્ટએટકથી મૃત્યુ થઇ ગયું. આટલી નાની ઉંમરમાં જીવનસાથીને ગુમાવવાથી શિવાની કાયમ ઉદાસ રહેતી હતી.

શિવાનીને ઉદાસીનતામાંથી બહાર કાઢવા માટે સાસુ સસરાએ દીકરાના દુ:ખને ભૂલાવીને પુત્રવધુને દીકરી બનાવીને તેનું કન્યાદાન કરવાનું નક્કી કર્યું. સાસુ સસરાએ જણાવ્યું હતું કે, આટલી નાની ઉંમરમાં વિધવા થયેલી દીકરી આખી જિંદગી કોના સહારે વિતાવશે? આ વિચારીને જ પુત્રવધૂને દીકરી બનાવીને તેમનું કન્યાદાન કરી દીધું.

લગ્નમાં શિવાની પિતા રાજેન્દ્ર શર્મા પણ હાજર રહ્યાં હતા. તેઓ ખાચરોદમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે., જે રીતે વેવાઈએ એક પુત્રવધૂને દીકરી બનાવીને માતા-પિતાનો ફરજ અદા કર્યો છે. તેનાથી હું ખૂબ જ ખુશ છું અને હું તેમનો આભારી છું.

You cannot copy content of this page