Only Gujarat

National TOP STORIES

ક્યારેય નહીં જાણી હોય આદિવાસીની આ દુનિયા અંગે, ભારતમાં માત્ર 3000 લોકો જ બચ્યાં છે

નવી દિલ્હીઃ દુનિયામાં અનેક એવા લોકો છે, જે દુનિયાની નજરોથી દૂર રહે છે. આ લોકો આધુનિક જિંદગીથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યાં પહેરવેશમાં તેઓ સામાન્ય લોકોથી અલગ દેખાય છે, ત્યાં કેટલાક એવા કબીલા પણ છે, જેની રહેણીકરણી આધુનિક લોકોથી પણ વધુ એડવાન્સ્ડ છે. સોશિયલ મીડિયા પર દિલ્લીના એક ફોટોગ્રાફરે આ કબીલાની તસવીરો શેર કરી તેની રહેણી કરણીની રીત લોકો સામે લાવી છે. હિમાલયમાં રહેતા ડ્રૉપકા લોકો વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ લોકોની હેર સ્ટાઈલ તેમને બીજા કરતા અલગ બનાવે છે. 31 વર્ષના ફોટોગ્રાફર છે અમન ચોટાની, જે દિલ્લીમાં રહે છે, તેમણે આ લોકો સાથે ઘણો સમય પસાર કર્યો. આ દરમિયાન તેમણે આ લોકોના જીવનને ખૂબ જ બારીકાઈથી જોયું છે. આ કબીલાના લોકોની જિંદગી જોઈને તમે પણ હેરાન રહી જશો.

ક્યારેય નહીં જાણી હોય આદિવાસીની આ દુનિયા અંગે, ભારતમાં માત્ર 3000 લોકો જ બચ્યાં છે

ફોટોગ્રાફર અમન ચોટાનીએ દુનિયાને ભારતના એ સમુદાયો સાથે મળવાનો પ્રયાસ કર્યો છે, જે લોકોની નજરથી દૂર રહે છે. તેમણે હજી સુધી ભારતના 10 રાજ્યોમાં ફરીને અનેક સમુદાયોના લોકોની તસવીરો લીધી છે.

હિમાલયમાં રહેતા ડ્રૉપકા ટ્રાઈબના લોકો યોદ્ધા હોય છે. તેઓ લોકોની નજરથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ લોકો જમ્મુ કશ્મીરના ઈંડસ રિવરના કિનારે વસે છે.

હિમાલયની ટોચ પર રહેતી આ ટ્રાઈબમાં મહિલાઓની મુખ્ય ભૂમિકા હોય છે. તેઓ ફૂલોથી તૈયાર થાય છે.

ડ્રૉપકા ટ્રાઈબની બુઝુર્ગ મહિલા. ફોટોગ્રાફરે એ પણ જણાવ્યું કે હાલ એ સમુદાયમાં માત્ર 3 હજાર લોકો જ બચ્યા છે.

આ ટ્રાઈબમાં પુરૂષો પોતાની પત્નીઓની એકબીજા સાથે અદલા-બદલી પણ કરી શકે છે. તેમની આ ઘણી અજીબ પરંપરા છે, જેને મોર્ડન સમાજ પણ અપનાવી શક્યો નથી પરંતુ અહીંયા આ નૉર્મલ છે.

આ ટ્રાઈબની મહિલાઓ તૈયાર થવાનું પસંદ કરે છે. તે પોતાના વાળને જાતજાતની હેર સ્ટાઈલથી સજાવે છે. સાથે જ બકરીના ચામડાંથી તૈયાર કરેલી ટોપીઓ પહેરે છે.

ફોટોગ્રાફરે નૉર્થ ઈસ્ટમાં રહેતા કોન્યાક ટ્રાઈબન તસવીરો પણ લોકો સાથે શેર કરી. તેમને હેડ હન્ટરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સમુદાયના પુરૂષો અલગ રીતે હેરસ્ટાઈલ માટે જાણીતા છે.

કોન્યાક ટ્રાઈબના લોકો સારા શિકારી હોય છે. પોતાના માથા પર તે પોતે કરેલા સૌથી ખતરનાક શિકારનું હાડકું સજાવે છે.

આ ટ્રાઈબમાં લોકો ચહેરા પણ ટેટુ ત્રોફાવે છે. એવા જ ચહેરા પર ટેટ્ટૂ બનાવેલા કબીલાના એક સભ્યની તસ્વીર.

આ સમુદાયમાં શિકારને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે. પોતાની બહાદુરી બતાવવા માટે અને જવાનીમાં ડગ માંડવા માટે તેઓ અલગ હેરસ્ટાઈલ બનાવે છે.

ચોટાનીએ રાજસ્થાનની રૈકસ ટ્રાઈબના લોકો સાથે પણ સમય વિતાવ્યો. આ કબીલાની એક મહિલાની તસવીર.

અરુણાચલ પ્રદેશમાં રહેતા અપાતાની ટ્રાઈબની મહિલાઓ પોતાના શરીર પર ટેટુ ત્રોફાવે છે. સાથે જ નાકમાં આવા આભૂષણો પહેરે છે.

અપાતાની ટ્રાઈબની મહિલાઓ પોતાના નાકમાં આવા આભૂષણો બદસૂરત બનવા માટે પહેરે છે. જેથી કોઈ અન્ય પુરૂષ તેમને કિડનેપ કરીને ના ભાગી શકે.

ભીલ સમુદાયની મહિલાઓ પણ ઘરેણાંઓની ખૂબ જ શોખીન હોય છે. તેઓ વણઝારા હોય છે, જે આજે અહીં તો કાલે ત્યાં ફરે છે.

ફોટોગ્રાફર ચોટાનીએ કહ્યું કે, આ તસવીરોનો હેતુ આ લોકોને દુનિયાની સામે લાવવાનો હતો. તેઓ ખૂબ જ ઓછી સંખ્યામાં બચ્યા છે. તેમની પરંપરા અને રીત-રિવાજો તેની સાથે જ દફન થઈ જશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page