Only Gujarat

National

ફેન્સ વચ્ચે શરૂ થઈ યુવતી અંગે ચર્ચા, RCBના મેનેજમેન્ટે કર્યો ખુલાસો-‘આ યુવતી અમારી માટે ગર્વનું કારણ’

મુંબઈઃ આઈપીએલ 2020માં લોકોને નવી વસ્તુઓ જોવા મળી રહી છે. ફેન્સ વગરની મેચોમાં ઘણી રસપ્રદ વસ્તુઓ જોવા મળી રહી નથી. વાત ટીમોના પ્રદર્શનની કરીએ તો લીગમાં સતત રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. મુંબઈ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મેળવ્યા બાદ આરસીબીના કેમ્પમાં એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી.


આ યુવતી ચહલના ખભા પર હાથ રાખી ફરતી જોવા મળી હતી. આ મિસ્ટ્રી ગર્લની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. લોકો સવાલ કરવા લાગ્યા કે આ મહિલા અંતે કોણ છે અને આરસીબી સાથે તેનું શું કનેક્શન છે? હવે આ મિસ્ટ્રી ગર્લની વાસ્તવિકતા સામે આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમની સાથે એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર લોકો તે કોણ છે તેની માટે ચર્ચા કરતા રહ્યાં પણ આ અંગે કોઈને જવાબ મળ્યો નહીં. અંતે આરસીબી તરફથી જ આ યુવતી કોણ છે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ યુવતી નવનીતા ગૌતમ છે. નવનીતા આરસીબીની સ્પોર્ટ્સ મસાજ થેરેપિસ્ટ છે. ક્રિકેટર્સને થેરેપી આપવા માટે તે દુબઈ પહોંચી છે.

આઈપીએલના ઈતિહાસમાં આ અગાઉ કોઈપણ ટીમમાં સ્ટાફમાં મહિલાની નિમણૂંક કરવામાં આવી નહોતી. નવનીતા ગૌતમ પ્રથમ મહિલા સ્ટાફ છે જે લીગમાં જોડાઈ છે. નવનીતા આરસીબીમાં હેડ ફિઝિયો સ્પીચલી અને સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ શંકર બાસુ સાથે કામ કરી રહી છે. તે ક્રિકેટર્સને મસાજ થેરેપી આપવાનું કામ કરે છે. આ ઉપરાંત નવનીતા ટીમ મેમ્બર્સના ફિઝિકલ ઈન્જરી પર તેને મોનટરિંગ કરવાની જવાબદારી પણ સંભાળશે.

ટીમમાં મહિલા સ્ટાફની નિયુક્તિ પર આરસીબીના ચેરમેને પણ નિવેદન આપ્યું છે. ચેરમેન સંજીવ ચુરીવાલાએ કહ્યું કે,‘આ ગર્વની વાત છે. આજસુધી કોઈ ટીમમાં મહિલા સ્ટાફની નિયુક્તિ થઈ નથી. આરસીબીએ પ્રથમ મહિલા સ્ટાફની નિયુક્તિ પર નવો ઈતિહાસ રચ્યો છે.’

વાત જો આઈપીએલ 2020ની કરીએ તો આ સિઝનમાં આરસીબીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ટીમે અત્યારસુધીમાં 3 માંથી 2 મેચ જીતી છે. તેમણે ગત મેચમાં મુંબઈને સુપર ઓવરમાં હરાવી જીત મેળવી હતી.

You cannot copy content of this page