Only Gujarat

FEATURED National

ધોળા દિવસે અધધ કિંમતના ઘરેણાની ચોરી કરી ચોર ફરાર, ટોચના અધિકારીઓ તપાસમાં જોડાયા

અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં હથિયાર સાથે બાઈક પર આવેલા ગુંડાઓએ જ્વેલર્સને ત્યાંથી ધોળાદિવસે લૂંટ કરી હતી. જેમાં દુકાન માલિકની 40-50 હજાર રૂપિયાની રોકડ તથા 40 લાખની કિંમતના સોનાના ઘરેણાં લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સૂચના મળ્યા બાદ ઘટના સ્થળે આઈજી, એસએશપી સહિતના પોલીસકર્મીઓ પહોંચી ગયા હતા. જે પછી સીસીટીવી ફૂટેજ આધારે વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવાની વાત કહી હતી.

આરોપીઓ દ્વારા કરવામા આવેલી લૂંટની પદ્ધતિ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સીસીટીવી ફૂટેજ અનુસાર એક પછી એક આરોપીઓ દુકાનમાં પ્રવેશ્યા તથા કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળ્યા. તેઓ માસ્ક સાથે દુકાનમાં પ્રવેશ્યા અને શાંતિથી હાથને સેનિટાઈઝ પણ કર્યા હતા. જે પછી ત્રણેય આરોપીઓએ હથિયાર બહાર કાઢી લૂંટની યોજનાને પાર પાડી હતી.

જ્વેલર સુંદર અને તેમના દીકરાએ લૂંટ વિશે જણાવતા કહ્યું કે, આરોપીઓએ દુકાનમાં પ્રવેશ બાદ તેમના દીકરાના લમણે બંદૂક મુકી હતી. આ જોતા જ તેઓ ઘરની અંદર ભાગ્યા અને ધાબા પર જઈ બુમો પાડવા લાગ્યા. આરોપીઓને હાથે જેટલું સોનું અને બીજી વસ્તુઓ આવી તેઓ તેટલું લઈ ભાગ્યા હતા.

જવેલર સુંદરે જણાવ્યું કે, 40-50 હજારની રોકડ રકમ તથા 700 ગ્રામથી વધુના સોનાના ઘરેણાં લૂંટી આરોપીઓ ફરાર થયા હતા. એક અંદાજ પ્રમાણે ઘટનામાં રોકડ સહિત 40 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના અંગે જાણ થતા અલીગઢના ટોચના અધિકારીઓ સહિતના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. એસપી સિટી અને એસપી ક્રાઈમના નેતૃત્વમાં ટીમો તૈયાર કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસ હાથ ધરાયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page