Only Gujarat

National

યુવતીએ પહેલાં બળાત્કારનો આરોપ મૂક્યો ને પછી તેની સાથે જ કર્યા લગ્ન

ભૉપલનું દંપતી રશ્મિ ઠાકોર અને અનસ સિદ્દીકી જે ઇન્દોરમાં ભાડેથી કાર લઈને છેતરપિંડી કરીને વેંચતા હતા તે મામલે હાલમાં જ નવો ખુલાસો થયો છે . પોલીસનું કહેવું છે કે, રશ્મિ ઠાકોર અને તેના પતિ અનસ સિદ્દીકી પર પહેલા બળાત્કાર નોંધાવી હતી. બાદમાં રશ્મિએ અનસ સાથે લગ્ન કરી લઈ બંને પતિ-પત્ની સાથે મળીને છેતરપિંડી કરતા હતા. આરોપી મહિલા હાલ જેલમાં બંધ છે જયારે તેનો પતિ અનસ સિદ્દીકી ફરાર છે. આરોપી પોતાને કોંગ્રેસ ગણાવે છે.

પોલીસ અધિકારી એસઆઈ સુરેન્દ્રસિંહે કહ્યું હતું કે, થોડા વર્ષ પહેલા રશ્મિ રાઠૌરે ઇન્દોરમાં જનતા ક્વાર્ટર L-85માં રહેતી હોય અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી હતી. આ દરમિયાન ફેસબુક દ્વારા તેની મુલાકાત અનસ સાથે થઇ હતી. આ બાદ બંનેએ ભેગા મળીને ધંધો શરૂ કર્યો હતો.

સોશિયલ મીડિયા દ્વારા કરી દોસ્તી પછી ફસાવ્યો
અનસ સિદ્દીકીની વાત કરવામાં આવે તો તે ભોપાલના ઈદગાહ હિલ્સ-8માં રહેતો હતો. તેના પિતા પીડબ્લ્યુડીમાં રિટાયર્ડ અધિકારી છે. થોડા વર્ષ પહેલા અનસ અને રશ્મિની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ હતી. આ બાદ બંનેનો મુલાકાતનો સિલસિલો યથાવત રહ્યો હતો. રશ્મિએ 2020માં ઈંદોરના શિપ્રા પોલીસ સ્ટેશનમાં અનસ પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. અનસ એ સમયે ભોપાલમાં રેતીનો વેપાર કરતા હતા. રશ્મિ સાથે લગ્ન કર્યા બાદ અનસ છેતરપિંડીમાં સામેલ થઇ ગયો હતો. અનસને સોશિયલ મીડિયા પર મોટી-મોટી હસ્તીઓ સાથે ફોટો પણ શેર કર્યા છે.

અનસે કોંગ્રેસમાંથી ચૂંટણી માટે માંગી હતી ટિકિટ
આરોપી અનસ છેલ્લા ઘણા સમયથી ભોપાલમાં જ રહેતો હતો. રશ્મિની વાતે માનીએ તો અનસે થોડા સમય પહેલા કોંગ્રેસ પાસેથી ટિકિટ માંગી હતી. અનસને રાજનેતા અને એક્ટર સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાનો શોખ હતો. અનસે નગરપાલિકા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર કરતી વખતે તેણે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે. તો બીજી તરફ રશ્મિ મોટા લોકો સાથેની અનસ સિદ્દીકીની તસવીરો બતાવીને લોકો પર રોફ જમાવતી હતી.

બનેવી છે IB ઇન્સ્પેકટર
અનસ સિદ્દીકી એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેને 2 બહેનો પણ છે. તેમાં એક બહેનનો પતિ લખનૌ આઈબી (ઇન્ટેલીજન્સ બ્યુરો) ઇન્સ્પેકટર છે. અનસ સિદ્દીકીના પિતા કમલા પાર્ક સ્થિત એપાર્ટમેન્ટમાં રહે છે. અનસ તેની હરકતોને કારણે તેને ઘરમાંથી પણ કાઢી મુકવામાં આવ્યો છે.

You cannot copy content of this page