Only Gujarat

FEATURED National

વ્હોટ્એપ પર વીડિયો કોલ કરો છો? ધ્યાનમાં રાખો આ વાત નહીંતર ખાનગી વાતો થઈ જશે જાહેર

આજકાલ મોટાભાગના લોકો વ્હોટસએપનો વધુ ઉપયોગ કરે છે. કોલિંગ, મેસેજ, વીડિયો કે પછી સ્ટેટસ પર ફોટો મૂકવા હોય. આ બધામાં વ્હોટસઅએપની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જો કે મોટાભાગના લોકો તેને યુઝ કરતી વખતે સિક્યોરિટીનું ઘ્યાન નથી રાખતા.આ અસાવધાની ક્યારેક યુઝરને ભારે પડી જાય છે. જો કે વ્હોટ્સ એપને સિક્યુરિટીની દૃષ્ટીએ વધુ સેફ તો માનવામાં આવે છે તેમ છતાં પણ જો આપ વ્હોટસ એપ દ્વારા વીડિયો કોલિંગ કરો છો તો આપને વધુ સાવચેત રહેવાની જરૂર છે. આજે અમે આપને વ્હોટસએપ સિક્યુરિટી સાથે જોડાયેલ કેટલીક ટિપ્સ જણાવીશું, જેને વ્હોટસઅપ યુઝ કરતી વખતે જરૂર ફોલો કરવી જોઇએ.

આજે અમે આપને વ્હોટસએપ સિક્યુરિટી સાથે જોડાયેલ કેટલીક ટિપ્સ જણાવીશું, જેને વ્હોટસઅપ યુઝ કરતી વખતે જરૂર ફોલો કરવી જોઇએ. આજકાલ હેકર્સ જુદી જુદી રીતે લોકોને ચૂનો લગાડી રહ્યાં છે, આ કારણે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે.

વ્હોટસના વીડિયો કોલિંગ ફીચરનો ઉપયોગ કરીને મોટાભાગના લોકો વીડિયો કોલિંગ દ્રારા એકબીજા સાથે વાત કરે છે. આ ફીચર આઇઓએસની સાથે તેના અન્ડ્રાયડ ફોન પર સપોર્ટેડ છે. જેમાં 4.1 અને ત્યારબાદનું વર્જન છે.

સામાન્ય રીતે વ્હોટસઅપ વીડિયો કોલિંગ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન છે. તેનો અર્થ છે આપનું વીડિયો કોલિંગ સુરક્ષિત છે. જો કે આમ છતાં પણ કેટલાક હેકર્સ વીડિયો કોલને હેક કરવાનું જાણે છે. થોડા વર્ષ પહેલા વ્હોટસએપમાં એક એવું બગ જોવા મળ્યું હતું. જેના દ્રારા હેકર્સ યુઝર્સના અકાઉન્ટને એક્સેસ કરી શકે છે.

વ્હોટસએપ વીડિયો કોલિંગમાં આપ આપના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ નંબર પર કરી શકો છો. આ સાથે માત્ર એ જ લોકો આપને વીડિયો કોલ કરી શકે છે જેના નંબર આપના વ્હોટસએપમાં સેવ હોય.

કેટલીક વખત આપણા સ્માર્ટ ફોનમાં એવા કોન્ટેક્ટ નંબર પણ હોય છે.જે યૂઝ નથી થતાં. આ કોન્ટેક્ટને આપ આપના ફોન પરથી રિમૂવ કરી દો અથવા તો આ નંબરને વ્હોટસએપમાં જઇને બ્લોક કરી દો. આવું કરવાથી આપની પર્સનલ ડિટેલ જેમકે પ્રોફાઇલ પિકચર, સ્ટેટસ વગેરે અજાણી વ્યક્તિ સુધી નહીં પહોંચે.

જો આપ આપની પર્સનલ ચેટને પ્રોટેક્ટ કરવા ઇચ્છો છો તો એન્ડ્રોઇડ યુઝર્સ માટે ફિંગરપ્રિન્ટ આઇડી, ios યુઝર્સ ટચ આઇડી અથવા ફેસ આઇડીનો ઉપયોગ કરીને આપની પર્સનલ ચેટને પ્રોટેક્ટ કરી શકો છો.

You cannot copy content of this page