Only Gujarat

Bollywood FEATURED

ગ્રેજ્યુએટ થઈ અમિતાભ બચ્ચનની ભાણી નાવ્યા, પરિવારે સાથે આ રીતે કરી ઉજવણી

મુંબઈઃ અમિતાભ બચ્ચનની ભાણી નાવ્યાએ થોડાં સમય પહેલાં જ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આ ખાસ અવસરે અમિતાભ બચ્ચે ભાણી નાવ્યાના ફોટો અને વીડિયો શેર કર્યાં છે. આ વીડિયોમાં તે ગાઉન પહેરીને ઝૂમી રહી છે. અમિતાભ બચ્ચને આ ફોટો અને વીડિયો શેર કર્યાં પછી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

અમિતાભ બચ્ચને આ ફોટો અને વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, ‘ભાણી નાવ્યા… ગ્રેજ્યુએશન ડે… ન્યૂયોર્કની કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. કોરોનાએ ટ્રાવેલ અને સેરેમની કેન્સ કરી દીધી છે.’

આ ઉપરાંત અમિતાભ બચ્ચને તેમના ટ્વીટમાં વધુમાં લખ્યું કે, ‘પણ, તે ગાઉન અને કેપ પહેરવા માગતી હતી. સ્ટાફે એવું જ ગાઉન અને કેપ તૈયાર કરી દીધી અને તેને ઘરે જ ફોટો ક્લિક કર્યા કેમ કે તે સેલિબ્રેટ કરી શકે.’

અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘કેટલો પોઝિટિવ અને હેપ્પી એટિટ્યૂડ છે તેનો. ગાઉન અને કેપ પહેરી નાવ્યા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને કેટલાક ફોટોમાં તેમની મા પણ તેની સાથે છે.’

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન તેમનાં ભાણીયાની ખૂબ જ નજીક છે. તે અનેકવાર તેમના ફોટો અને તેમના માટે ઓપન લેટર લખી ચૂક્યા છે. જો કે, લૉકડાઉનને કારણે નાવ્યા કદાચ ભારત આવી નહીં શકે.

અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલાં ટ્વીટ્સ પર ફેન્સે નાવ્યાને ગ્રેજ્યુએટ થવાની શુભેચ્છા આપી છે.

અમિતાભ બચ્ચને આ ફોટો અને વીડિયો શેર કર્યાં પછી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page