Only Gujarat

Bollywood

બીજા પતિને છોડીને બે બાળકો સાથે અહીંયા સુખેથી રહે છે શ્વેતા તિવારી, ઘરમાં મારો લટાર

મુંબઈ: દુનિયાભરમાં કોરોનાના કારણે લોકો દહેશતમાં છે. રોજ આ વાયરસની ઝપેટમાં હજારો લોકો આવી રહ્યા છે. ભારતમાં તો હવે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કહાની અને કિસ્સા, થ્રો-બેક ફોટોસ-વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે ટીવીની સૌથી પૉપ્યુલર એક્ટ્રેસ શ્વેતા તિવારીના ઘરના કેટલાક ફોટોસ સામે આવ્યા છે. જણાવી દઈએ તે શ્વેતા પોતાના બંને બાળકો સાથે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહે છે. આમ તો, શ્વેતાએ પોતાના શો ‘મેરે ડેડ કી દુલ્હન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આવો જોઈએ તેના ઘરની અંદરના કેટલાક ફોટોસ.

શ્વેતાએ અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ હવે તેઓ સાથે નથી રહેતા. એટલે શ્વેતા પોતાની દીકરી અને દીકરા રિયાંશ સાથે આ શાનદાર અપાર્ટમેન્ટમાં રહે છે.

તેણે પોતાના ઘરને ખૂબ જ સારી રીતે સજાવ્યું છે. તેણે ઘરમાં વુડન વર્ક કરાવી રાખ્યું છે.

શ્વેતાએ ઘરની અંદર અનેક પ્લાન્ટ્સ લગાવી રાખ્યા છે જેથી હરિયાળી બની રહે.

તેના ઘરમાં અનેક હેન્ડ મેઈડ લેમ્પ્સ લગાવ્યા છે તો દીવાલોને પેઈન્ટિંગ્સથી સજાવી રાખી છે.

તેના ઘરમાં મોટો મેઈન હૉલ છે. જેમાં ગોલ્ડન કલરનું શાનદાર પાર્ટિશન લગાવીને રાખ્યું છે. હૉલમાં એક મોટો કાચનો કબાટ છે, જેમાં તેણે પોતાના તમામ અવૉર્ડ્સ સજાવીને રાખ્યા છે.

તેણે પોતાના બેડરૂમનું ફર્નિચર ખૂબ જ સિમ્પલ રાખ્યું છે. બેડની પાસેમાં એક મોટો લેમ્પ પણ લાગેલો છે.

21 વર્ષની ઉંમરમાં તે પહેલી વાર માતા બની હતી. નોંધનીય છે કે શ્વેતાએ પહેલા લગ્ન પતિ રાજા ચૌધરી કર્યા હતા અને આ લગ્નથી એક દીકરી છે, જેનું નામ પલક છે.

2007માં શ્વેતાએ રાજા સાથેના પોતાના સંબંધોને ખતમ કરી દીધા હતા. છૂટાછેડાના લગભગ 6 વર્ષ બાદ તેણે એક્ટર અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા.

શ્વેતા ટીવી પર સીરિયલ ‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાના રોલ માટે યાદ રાખવામાં આવે છે. આમ તેમણે ‘નાગિન’, ‘સજન રે ઝૂઠ મત બોલો’, ‘પરવરિશ’, ‘બાલવીર’ જેવી સીરીયલ્સમાં કામ કર્યું છે.

શ્વેતા પોતાના દીકરા રિયાંશની ખૂબ જ નજીક છે અને તેને એક ક્ષણ માટે પણ એકલો નથી છોડી શકતી.

You cannot copy content of this page