Only Gujarat

Bollywood FEATURED

ફિલ્મ ‘છિછોરે’ની સક્સેસ પાર્ટીમાં થયો હતો ડ્રગ્સનો ઉપયોગ! સુશાંત સાથે હતી આ અભિનેત્રી

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત મામલે ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ એનસીબી સતત તપાસ કરી રહી છે. આ મામલે રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત ડઝનેક લોકોની ધરપકડ કરવામા આવી છે. પૂછપરછમાં રિયાએ સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ લીધું હતું. આ ઉપરાંત રિયાએ 25 જેટલા નામ લીધા જેની પર એનસીબીની નજર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. સુશાંતની ફિલ્મ ‘છિછોરે’હિટ થયા બાદ તેના ફાર્મહાઉસ પર સક્સેસ પાર્ટી રાખવામા આવી હતી. આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે.

એક અહેવાલ અનુસાર, આ પાર્ટીમાં ફિલ્મની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ સામેલ થઈ હતી. આ ઉપરાંત ફિલ્મની બીજી સ્ટાર કાસ્ટ તથા અન્ય લોકો પણ સામેલ થયા હતા. આ ઉપરાંત એક ટોચની એક્ટ્રેસ પણ પાર્ટીમાં સામેલ થઈ હતી જેનું નામ હજુ જાહેર કરાયું નથી.

બોટમેને કર્યો ખુલાસો
સુશાંતના ફાર્મહાઉસ અને પવાના ડેમ પર બનેલા ટાપૂ ‘આપતી ગવંડે’ ખાતે યોજાયેલી પાર્ટી પર એનસીબીની નજર છે. આ અગાઉ એનસીબીએ બોટમેન જગદીશની ડ્રગ્સ કેસમાં પૂછપરછ હાથ ધરી હતી, તેણે પવાના આઈલેન્ડ પર સુશાંત મિત્રો સાથે પાર્ટી કરતો હોવાનું જણાવ્યું હતું.

તેના આ મિત્રો શ્રદ્ધા કપૂર અને રિયા ચક્રવર્તી હતા. એનસીબીએ જણાવ્યું હતું કે, નિવેદન અનુસાર ટાપૂ પર રિયા સુશાંત સાથે ઘણીવાર આવી હતી. આ ઉપરાંત સારા અલી ખાન પણ અહીં 4-5 વાર આવી હતી. આ સિવાય શ્રદ્ધા કપૂર પણ ત્યાં ગઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page