Only Gujarat

Bollywood

આ છે અનુરાગ કશ્યપની બોલ્ડ એન્ડ સેક્સી દીકરી, સુંદરતામાં એક્ટ્રેસિસને આપે છે બરોબરની ટક્કર

મુંબઈઃ પ્રોડ્યુસર, ડિરેક્ટર અનુરાગ કશ્યપ એકવાર ફરી ચર્ચામાં છે. અનુરાગ કશ્યપ પર એક્ટ્રસ પાયલ ઘોષે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલનું કહેવું છે કે, અનુરાગે તેમની સાથે આપત્તિજનક વ્યવહાર કર્યો છે. જોકે, ડિરેક્ટર અનુરાગ કશ્યપે આ બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. અનુરાગ કશ્યપના સમર્થનમાં તેમની બંને પૂર્વ પત્નીઓએ તેમનો બચાવ કર્યો છે. અનુરાગ કશ્પય સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે. તેમની એક દીકરી આલિયા કશ્યપ છે. તમને જણાવીએ અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ વિશે.

આલિયાની મા આરતી બજાજ એક ફિલ્મ એડિટર છે. અનુરાગ કશ્યપની મોટાભાગની ફિલ્મોનું એડિટિંગ આરતી બજાજ કરે છે. અનુરાગ કશ્યપે વર્ષ 2003માં આરતી બજાજ સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2009માં બંનેએ છૂટાછેડા લીધા હતાં. જોકે બંને વચ્ચે અત્યારે પણ સારો સંબંધ છે.

આલિયાનો જન્મ 9 જાન્યુઆરી 2001માં થયો હતો. તે અત્યારે 19 વર્ષની છે. આલિયાએ વર્ષ 2017માં એજ્યુકેશન ઓફ ગર્લ્સ પર ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. જેને લીધે તે ચર્ચામાં હતી. આ પરથી કહી શકાય કે આલિયા ખૂબ જ ટેલેન્ટેડ પણ છે. આલિયાની બેસ્ટ ફ્રેન્ડ શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર છે. બંને એક જ સ્કૂલમાં ભણ્યા છે. આલિયા અને ખુશી ઘણીવાર એક સાથે સ્પોટ પણ થયાં છે.

ટ્વીટર પર અનુરાગ કશ્યપ જ નહીં તેમની દીકરી આલિયા કશ્યપને પણ ઘણીવાર ટ્રોલ કરવામાં આવી છે. આલિયા સ્ટારકિડ છે પણ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફેન્સની સંખ્યા લાખોમાં છે.

અનુરાગ કશ્પય તેમની દીકરીની ખૂબ જ નજીક છે. સોશિયલ મીડિયા પર અનુરાગ કશ્યપ દીકરી સાથે ફોટો શેર પણ કરે છે. થોડાં દિવસો પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અનુરાગ કશ્પય તેમની દીકરી આલિયા સાથે ડાન્સ કરતો હતો.

આલિયા તેના કરિયરમાં તેમના પિતા અનુરાગ કશ્યપની જેમ ડિરેક્શન ક્ષેત્રમાં આગળ જવા માગે છે. તેને અભિનય ક્ષેત્રે રસ છે કે, નહીં તેની કોઈને જાણ નથી. જોકે, અત્યારથી તે ગ્લેમરસ બાબતે બોલિવૂડ એક્ટ્રસને ટક્કર આપે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page