Only Gujarat

Bollywood

પહેલી ફિલ્મથી જ સુપરહિટ થઈ ગઈ હતી બોલિવૂડની આ અભિનેત્રી

મુંબઈઃ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી અજય દેવગને બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે મધુ જોવા મળી હતી. ફિલ્મ સુપરહિટ રહી હતી અને જેમાં તેમણે 12 કરોડની કમાણી કરી હતી. અજય દેવગને આ પછી ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મો આપી અને આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે પણ, તેમની પહેલી ફિલ્મની કો-એક્ટ્રસ ઇન્ડસ્ટ્રીમાંથી લગભગ ત્રણ દશકનો સફર પૂરો કરી ચૂકી છે. સાઉથ સિનેમામાં મધુબાલાના નામથી ફેમશ મધુ જયલલિતાની બાયોપિક ‘થલાઇવી’ અને વેબ સિરીઝ ‘એસ્કેપ’માં જોવા મળશે.

મધુનું આખું નામ મધુબાલા રઘુનાથ છે. મધુ હેમા માલિનીની ભત્રીજી અને જૂહી ચાવલાની ભાભી છે. મધુએ બોલિવૂડ ઉપરાંત મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. મધુનો જન્મ 26 માર્ચ, 1969માં થયો હતો. આ સમયે મધુની ઉંમર 50 વર્ષથી વધુ છે. ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ રિલીઝ થયાં પછી લોકો મધુની સુંદરતા અને તેમના ભોળાપણના દિવાના હતાં. મધુ રાતોરાત સુપરહિટ થઈ ગઈ હતી. તે સમયે ફૅમશ એક્ટ્રસ માટે મધુની પહેલી ફિલ્મ સુપરહિટ થતાં તે હેરાન હતાં.

ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ ઉપરાંત મધુને મણીરત્નમની ફિલ્મ ‘રોજા’ માટે પણ ઓળખવામાં આવે છે. જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. મુખ્ય એક્ટ્રસ તરીકે મધુએ વર્ષ 1991માં જ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ ઉપરાંત બાલાચંદર સાથે ફિલ્મ ‘અઝગાન’ કરી હતી, પણ લોકપ્રિયતા તેમને ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી વધુ મળી હતી.

મધુ ભરતનાટ્યમાં ટ્રેન્ડ છે જે તેમની માએ શીખવાડ્યું હતું. મધુએ 19 ફેબ્રુઆરી 1999માં ઉદ્યોગપતિ આનંદ શાહ સાથે લગ્ન કર્યાં હતાં. મધુએ લગ્ન પછી ફિલ્મી કરિયરમાંથી બ્રેક લીધે હતો.

રિપોર્ટ્સ મુજબ લગ્ન પછી મધુના પતિના બિઝનેસમાં નુકસાન થયું અને ઘર સહિત આખી પ્રોપર્ટી વેંચી તેમણે લેણદારોને રૂપિયા ચૂકવ્યા હતાં. આ પછી તેમણે ટીવી પર કમબેક કર્યું અને કેટલાક પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. મધુને બે દીકરીઓ છે જેમનું નામ અમેયા અને કિયા છે.

આટલા વર્ષોમાં મધુનો લુક પણ પહેલાં કરતાં ખૂબ જ બદલાઈ ગયો છે. 50 વર્ષની ઉંમરે તે પહેલાં કરતા વધુ ગ્લેમરસ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર મધુ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના દરેક જૂના અને વના ફોટો શેર કરતી રહે છે. મધુ ફરીથી એક્ટિંગની દુનિયામાં આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page