Only Gujarat

Bollywood

આ સુપરસ્ટારના છે 369 લક્ઝૂરિયસ કારનો માલિક, ઘર આંગણે છે એકથી એક ચઢિયાતી કાર્સ

મુંબઈઃ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અને મલયાલમ એક્ટર મમૂટી 69 વર્ષના થઈ ગયાં છે. મમૂટીનો જન્મ 7 સપ્ટેમ્બર, 1951માં અલપ્પુઝા, કેરળમાં એક ખેડૂતના ઘરે થયો હતો. તેમનું આખુ નામ મુહમ્મદ કુટ્ટી ઇસ્માઇલ પાનીપરામ્બિલ છે, પણ તેમણે તેમનું સ્ક્રીન પર મમૂટી રાખ્યું છે. મલયાલમ અને તમિલમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા મમૂટીને કારનો ખૂબ જ શોખ છે. તેમની પાસે 15-20 નહીં પણ 369 કારનું કલેક્શન છે. જેમાં સૌથી સસ્તી અને મોંઘી કાર સામેલ છે.

એટલું જ નહીં, મમૂટીએ થોડા વર્ષો પહેલાં જેશની પહેલી મારુતી-800 પણ ખરીદવાની ઇચ્છા જાહેર કરી હતી. મમૂટીએ તેમની કાર માટે અલગથી ગેરેજ બનાવડાવ્યું છે. મમૂટી મોટેભાગે પોતાની જ કાર ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે.

મમૂટી સાઉથમાં ઑડી ખરીદનારા પહેલાં સ્ટાર પણ કહેવાય છે. મમૂટીને દેશની કાર એટલે કે મારુતિ સાથે ખાસ લગાવ છે. તેમણે પહેલી કાર પણ મારુતિ જ ખરીદી હતી અને તેમની 369 કારમાં મારુતિનાં ત્રણ મોડેલ આજે પણ છે.

મેગાસ્ટાર મમૂટીના કલેક્શનમાં જેગુઆર XJ-L(કૈવિયર) સૌથી લેટેસ્ટ છે. તેના બંને વર્ઝન (પેટ્રોલ-ડીઝલ) મમૂટીએ ખરીદ્યા છે. એટલું જ નહીં તેનો રજિસ્ટ્રેશન નંબર પણ (KL 7BT 369) તેમના કલેક્શન પર બેસ્ડ છે. જોકે, તેમની મોટાભાગની કારમાં 369 નંબર જરૂર હોય છે.

આ ઉપરાંત મમૂટીના કલેક્શનમાં ટોયોટા લેન્ડ ક્રુઝર LC 200, ફરારી, મર્સિડીઝ અને ઑડી સહિત ઘણાં મૉડેલ, પોર્શ, ટોયોટા ફોર્ચ્યૂનર, મીની કૂપર, F10 બીએમડબલ્યુ અને 525d, E46 બીએમડબલ્યુ M3, મિતસુબિશી પજેરો સ્પોર્ટ, ફૉક્શવેગન પેસેટ X2 અને ઘણી SUV છે. મમૂટી પાસે આઇશરની કૈરાવૈન પણ છે, જે તેમણે મોડિફાઇડ કરાવી છે.

મમૂટીના પરિવારની વાત કરીએ તો તેમણે વર્ષ 1979માં સલફત સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે બાળકો છે. દીકરો દુલકીર સલમાન અને દીકરી કુટ્ટી સુરુમી. દીલકર સલમાન સાઉથનો જાણીતો એક્ટર છે.

મમૂટીના દીકરા દુલકીર સલમાને 22 સપ્ટેમ્બર 2011માં આર્કિટેક્ટ અમાલા સૂફિયા સાથે લગ્ન કર્યાં હતાં. અમાલ નોર્થ ઇન્ડિયન મુસ્લિમ છે, જેમનો પરિવાર પછીથી સાઉથમાં શિફ્ટ થઈ ગયો હતો. 5 મે 2017માં દુલકીર સલમાન એક દીકરીનો પિતા બન્યો હતો.

દુલકીરે વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘સેકન્ડ શૉ’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં બેસ્ટ ડેબ્યુ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. દુલકીર ચેન્નઈ સ્થિત એક વેબ પોર્ટલના માલિક છે. જે કાર ટ્રેડિંગ અને ડેન્ટલ બિઝનેસની ચેન છે.

મમૂટી ઘરમાં સૌથી મોટા છે. તેમને બે ભાઈ અને બે બહેન છે. તેમણે તેમનો શરૂઆતનો અભ્યાસ કોટ્ટાયમની સરકારી સ્કૂલથી કર્યો. વર્ષ 1960માં તેમના પિતા એર્નાકુલમ શિફ્ટ થઈ ગયાં. જ્યાં તેમણે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને પછી એર્નાકુલમની લૉ કૉલેજથી એલએલબી કર્યું.

મમૂટી અને સાઉથ ફિલ્મોના એક્ટર મોહનલાલ સારા ફ્રેન્ડ છે. બંનેએ લગભગ 56 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તે દરેક બ્લોકબસ્ટર રહી છે. ઉલ્લેખનીય છે કે, યંગ એજમાં મમૂટીને સિગારેટ પીવાની લત હતી, પણ પછી તેમણે તેમના બાળકો માટે તે છોડી દીધી. પનામ્પિલ્લી નગર, એર્નાકુલમમાં તેમનો આલીશાન બંગલો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page