Only Gujarat

Bollywood FEATURED

બેબી બમ્પ સાથે જોવા મળી અનુષ્કા શર્મા, પતિની ટીમ જીતી તો પેટ પર ફેરવ્યો હાથ

મુંબઈ: હાલ આઈપીએલની સીઝન ચાલી રહી છે. અહીં મેચ દરમિયાન બોલીવુડનું ગ્લેમર પણ જોવા મળી રહ્યું છે. ગયા મેચમાં જ્યાં એક રીતે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનનો ખૂબસૂરત ફોટોસ ચર્ચામાં રહી હતી. તો બીજી તરફ પ્રેગનેન્ટ અનુષ્કાના ફોટોસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં અનુષ્કાનો ક્યૂટ બેબી બંપ પણ નજર આવી રહ્યો છે. અનુષ્કા આ ફોટો યજુવેન્દ્રની મંગતેર ધનશ્રી વર્માએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અનુષ્કા પોતાના બેબી બંપ પર હાથ લગાવતા હસીને પોઝ આપતી નજર આવી રહી છે.

શનિવારે RCB અને RR વચ્ચે જબરદસ્ત મેચ હતો. આ દરમિયાન અનુષ્કા અને ધનશ્રી પોત-પોતાના પાર્ટનરને ચિયર કરવા પહોંચી હતી. બંનેની મુલાકાત થઈ તો ધનશ્રી અનુષ્કાની સાથે સેલ્ફી ક્લિક કરીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી.

આ ફોટોમાં અનુષ્કા ઑરેન્જ રંગના ફ્લૉરલ ડ્રેસ પહેરીને નજર આવી રહી છે. ફોટોમાં પાર્થિવ સહિત અનેક ક્રિકેટર્સ દેખાઈ રહ્યા છે. તો ધનશ્રી સેલ્ફી ક્લિક કરતી જોવા મળી.

ફોટોમાં તમામ લોકોના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી છે. ધનશ્રીએ ફોટા પર કેપ્શન લખ્યું, હેપ્પી લોગ…હું મારા મેચ પહેલાના ખુશીના પળ શેર કરી રહી છું. ટીમને વધામણી. જણાવી દઈએ કે RCBએ સાત વિકેટથી મેચ જીત્યો છે. અનુષ્કા અને વિરાટે આઈપીએલ પહેલા જ પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, અને હવે અમે ત્રણ થવાના છીએ. આ ખબર સાંભળતા જ ચાહકોએ તેમને શુભેચ્છા આપવાની શરૂ કરી દીધી હતી.

છેલ્લા કેટલાસ સમયથી અનુષ્કા પ્રેગનેન્ટ હોવાની ખબરો સોશિયલ મીડિયા પર હતી. અનુષ્કા મુંબઈમાં એક ક્લિનિકની બહાર જોવા મળી હતી, જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પ્રેગનેન્ટ છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરીને જણાવ્યું હતું કે તેમના ઘરે દીકરાનો જન્મ થશે કે દીકરીનો. જ્યોતિષીએ કહ્યું હતું કે, તેમનો ચહેરો વાંચીને અને જ્યોતિષી ગણતરી અનુસાર દીકરી થવાના ચાન્સ વધારે છે.

જણાવી દઈએ કે આ પહેલા પણ વિરાટ અને અનુષ્કાના ક્યૂટ ફોટોસ સામે આવ્યા હતા. જેમાં તે બંને નાનકડા દેખાયા હતા.લૉકડાઉન દરમિયાન વિરાટ અને અનુષ્કાએ સાથે ઘણો સમય વિતાવ્યો. કોહલી લૉકડાઉન દરમિયાન ઘરે જ હતા અને મહામારીના ખતરાને જોતા તેણે એકલા જ યૂએઈ જવાનું પસંજ કર્યું હતું.

અનુષ્કા અને વિરાટે 12 ડિસેમ્બર 2017માં ઈટલીમાં લગ્ન કર્યા હતા. તેમણે પોતાના લગ્ન ખૂબ જ સીક્રેટ રાખ્યા હતા. બંને પહેલી વાર એક જાહેરાતના શૂટિંગમાં મળ્યા હતા. જે બાદ કેટલીક મુલાકાતોમાં જ તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

You cannot copy content of this page